વિરાણી પૌષધશાળામાં શાનદાર સ્વાગત સમારોહ યોજાયો
સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે વિરાણી બૌષધશાળા ખાતે વિશાળ સંખ્યામાં ભાવિકો પૂ. ધીરગૂ‚દેવના પ્રવેશ પ્રસંગે વિહારયાત્રામાં સુશોભિત બેનર સહિત પાંજરાપોળથી વંદે જિન શાસનમ્ના નારા સહિત જોડાયા હતા. આપ્રસંગે સ્વાગત સમારોહના પ્રમુખ જીતુભાઈ બેનાણી તેમજ પૂ. સુશાંતમૂનિ મ.સા., મહાસતીજીવૃંદની હાજરીમાં ગોંડલ સંપ્રદાયવતી ઈશ્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠએ સ્વાગત પ્રવચન કરેલ. જીવદયા અનુદાન યોજનામાં બેનાણી, મોટા સંઘ, દીપેન કામદાર, વી.ટી.તુરખીયા, ગીતગુર્જરી સંઘ, મહાવીરનગર સંઘ, સી.એમ.શેઠ વગેરે જોડાયા હતા. સમારોહના લાભાર્થી હિતેશ મહેતા, મનીષ મહેતાનું સન્માન કરાયું હતુ. પૂ. આજે જયદીપ, પંચનાથ પ્લોટ ખાતે પધારશે.
પુ. ધીરગૂરૂદેવે ધર્મસભાને સંબોધતા જણાવેલકે ગમે તે ક્ષેત્રમાં હો પરંતુ લેબલ મળવા માત્રથી નહિ પરંતુ લેવલ હોવું અતિ જરૂરી છે.રાજકોટ માજન પાંજરાપોળ ખાતે પૂ. ધીરગૂરૂદેવ પધારતા ટ્રસ્ટી મુકેશ બાટવીયા, સંજય મહેતા, બકુલ રૂપાણી વગેરેએ સ્વાગત કર્યા બાદ માંડવી ચોક દેરાસરની ૭૫મી વર્ષ ગાંઠ નિમિત્તે રૂ.૨ લાખ તેમજ જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી સ્મૃત્યર્થે એક સેડ નિર્માણમાં રૂ.૧૧ લાખ દાતાઓ તરફથી ઘોષિત કરાતા ઉમંગ છવાયો હતો.