બ્રાઝીલની ચમત્કાર ‚પ ઘટના: મેડિકલ સાયન્સમાં ઐતિહાસિક બનાવ

ન હોય…. મૃત્યુ પામેલી મહિલાએ ૧૨૩ દિવસ પછી જોડીયા બાળકોને જન્મ આપ્યો. જી હા, બ્રાઝિલમાં આ ચમત્કાર ‚પ ઘટના બની છે. તેને ઇમરજન્સી સીઝેરીયન થકી પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

મેડીકલ સાયન્સમાં આ એક ઐતિહાસિક ઘટના છે. જેમાં પ્રસૂતિ પહેલા માતાને ૧૦૦ દિવસથી વધુ સમય સુધી ઓનલાઇન સપોર્ટ પર રાખવામાં આવી હોય, આ મહિલાનું નામ ફ્રેન્કલીન દ સિલ્વા ઝામ્પોલિ પદિહા છે. ડીલીવરી પ્રોસેસ દરમિયાન ડોકટરોએ બ્રેઇન ડેડ મહિલાના ઉદરમાં રહેલા જોડીયા બાળકોના સુખ‚પ જન્મ માટે તેને ૧૨૩ દિવસ સુધી ઓનલાઇન લાઇફ સપોર્ટ પર રાખી હતી. ૨૧ વર્ષની આ મહીલા સેલિબ્રલ હેમરેજના કારણે જોડીયા બાળકોને જન્મ આપ્યાના નવ અઠવાડીયા બાદ મૃત્યુ પામી હતી. તેની વેન્ટિલેટર સીસ્ટમ સ્વીચ ઓફ કરાઇ હતી. બ્રાઝિલના નિષ્ણાંત ડો. ડેલ્ટન રિવબેમ્સ અને તેમની ટીમે બ્રેઇન ડેડ મહિલાના ઉદરમાં પનપતા બે જીવને પૃથ્વી પર અવતરણ કરવાની જહેમત ઉઠાવી હતી. આ તબીબી ટીમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.