ગર્ભાવસ્થા એક અદ્ભૂત અનુભવ હોય છે. તે સમય દરમ્યાન સ્ત્રીઓને તેમની પ્રસૃતિની તારીખ જણાવી જોઇએ નહીં કારણ કે જેમ-જેમ તેની તારીખ નજીક આવતી જાય છે. સ્ત્રીને બેચેની વધી જતી હોય છે. માટે તેને માનસિક તણાવ આવે છે એટલે જ તેમને સાચી તારીખ ન જણાવી તેમને તણાવથી બચાવી શકાય છે. કારણ કે ગર્ભાવસ્થા સમયે સ્ત્રીનું માનસીક સંતુલન, વાતાવરણ, આદતો જેવી વસ્તુઓની તેના બાળક પર અસર પડે છે. માટે જો તમે તેમને સમય કરતા મોડી જ તારીખ જણાવો તો તેમના માટે હિતાવહ રહે છે.
જો નિર્ધારીત તારીખે લેબર પેઇન ન થાય તો સ્ત્રીઓ કાઇ પણ નુસ્ખા અપનાવવા લાગે છે. જે તેમને નુકશાન કરી શકે છે. અમેરિકાના એક સર્વે મુજબ ૫૦ ટકા મહિલાઓ મસાલેદાર ખાવાનું શરૂ કરી દે છે. કારણ કે કહેવાય છે કે વધુ મસલેદાર ખાવાથી લેબર પેઇન ન થતુ હોય તો જલ્દી થવા લાગે છે. જો કે આ વાતને મેડિકલે માન્ય કર્યુ નથી જરુરી નથી કે જે મહિલાઓ તીખુ ખાય તેને જલ્દી બાળક આવે આ ફક્ત એક માન્યતા છે કારણ કે વિજ્ઞાન તેની પ્રમાણ કરતુ નથી. તે તો દરેકની તાસિર પર આધારીત હોય છે.