જ્યારે પણ સામાન્ય તાવ, શરદી થાય છે ત્યારે આપણે પેરાસિટામોલ લઇ લેતા હોય ખાસ ગર્ભાવસ્થા મહિલાઓ માટે પેરાસિટામોલ ખતરનાક સાબિત થઇ શકે છે. હાલ જ એડ રિસર્ચમાં ખુલાસા થયો છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમ્યાન પેરાસિટામોલ લેતી હતી તેમને અન્ય મહિલાઓ કરતા વધુ મુશ્કેલીઓ ડિલિવરી દરમ્યાન ભોગવવી પડી હતી.
સ્કોટલેન્ડના એડિનબર્ગ વિશ્ર્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ એક હપ્તા સુધી પ્રયોગ શાળામાં માનવ અંડાશયને પેરાસિટામોલના સંપર્કમાં રાખ્યા બાદ તેમણે જાણ્યુ કે બાળક થવાની ક્ષમતાને ૪૦ ટકા નુકશાન થયું હતું. તેથી રિસર્ચરોએ જાણ્યું કે આ દવાના સંપર્કમાં રહેનારી મહિલાઓમાં બાળક બનવાના સ્પર્મ જ બનતા નથી. અને તેઓ ગર્ભધારણ કરી શકતી નથી.
પેરાસિટામોલ તેમજ આઇબ્યુફેન જેવી દવાઓ હોર્મોન્સ ઇ-૨ના સ્ત્રાવને કમ કરે છે. જે હોર્મોન્સ ભ્રૂણ રહેવા માટેના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજાવે છે. એડિન બર્ગ વિશ્ર્વવિદ્યાલયના પ્રોફેસર રિચર્ડ શાર્પે જણાવ્યું હતું કે પેરાસિટામોલ અથવા આઇબ્યુફેન જેવી ટીકડીઓ લેવાથી થતા ખતરા વિશે હજુ વધુ અભ્યાસ કરવાનો બાકી છે પરંતુ હાલ તો એટલુ જાણવામાં આવ્યું છે કે માનવ સ્વાસ્થ્ય પર ખાસ તો ગર્ભાવસ્થા દરમ્યાન તે કેટલી નકારાત્મક અસરો ફેલાવે છે કે કોઇની પ્રેગ્નેન્સીના શુક્રાણુઓ જ થવાથી અટકાવે છે માટે પ્રેગ્નેન્સી દરમ્યાન તો ખાસ પેરાસિટામોલથી બચવુ જોઇએ.