કોન્ડમનો ઉપયોગ ગર્ભનિરોધક માટે કરવામાં આવતો હોય છે. ત્યારે એમા પણ હવે તો જાતજાતના ફ્લેવર્સ બજારમાં સરળતાથી ઉપલબ્ધ રહેતા હોય છે. પરંતુ શિયાળા માટે કોન્ડમ બ્રાન્ડ મેનફોર્સ અદરક એટલે કે આદુના ફ્લેવરનો કોન્ડમ બનાવ્યા છે. જો કે કોન્ડમ બનાવતી કં૫નીઓ માર્કેટમાં અવાર-નવાર અવનવા પ્રયોગો કરતી હોય છે ત્યારે તેમાં હાલ ચોકલેટ, બટર સ્કોચ, સ્ટ્રોબરી, બનાના જેવા ફ્લેવર્સ તો બજારમાં જાણીતા છે જ ત્યારે મેનફોર્સ તેનું ચોંકાવનારી ફ્લેવર ‘અદરક’ લોન્ચ કર્યુ છે.

ગત વર્ષે જ કોન્ડમ બનાવતી એક કંપની ડ્યુરેક્સ એક વાત બાબતે ચર્ચામાં આવી હતી. તાજેતરમાં કોન્ડમની એક ટીવી પર બતાવવા અંગેના નિયમોમાં ફેરફારો કરાયા છે. ખરેખર ડ્યુરેક્સ ટૂંક સમયમાં જ પોતાનું જીન્સ લોન્ચ કરવાની છે…..અરે પહેરવાનું જીન્સ નહીં હો, જીન્સ ડ્યુરેક્સનાં કોન્ડમના ફ્લેવરનું નામ છે. પરંતુ ત્યાર બાદ તેને અટકાવી દેવામાં આવી હતી માટે હવે ડ્યુરેક્સ નવી ફ્લેવર લોન્ચ કરવાની તૈયારીમાં છે. મેનફોર્સના કાળા રંગના બોક્સ પર અદરક અને હની લખેલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.