રાજયની ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનું શૈક્ષણિક મહાસંમેલન યોજાયું
ગુજરાત રાજયની ગ્રાન્ટેડ શાળાના લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ ન મળતા ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજયના ચાર ઝોનમાં અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોન શૈક્ષણિક મહા અધિવેશન રાજકોટ ખાતે મળ્યું હતું. જેમાં પડતર પ્રશ્ર્નો અંગે આક્રમક આંદોલન છેડવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં આત્મીય કોલેજમાં મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦૦થી વધુ શાળા સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન સમિતિના કો-ઓર્ડિનેટર અને શિક્ષણ બોર્ડના સામ્ય ડો.પ્રિયવધન કોરાટે જણાવ્યું હતું કે, શાળા સંચાલકો અને શિક્ષકો અને કર્મચારીના અનેક પડતર પ્રશ્ર્નો સરકારને અનેક વખત રજુઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષકો, પ્રિન્સીપાલ અને પીટીઆઈ શિક્ષક સહિતની ભરતીઓ તેમજ સાતમુ પગારપંચનો લાભ તેમજ ૫ અને છઠ્ઠા પગારપંચનો એલાઉન્સનો લાભ, ટીચીંગ સ્ટાફની ભરતી સહિતના પ્રશ્ર્નો અંગે રજુઆત કરવામાં આવી છે. છતા હકારાત્મક વલણ નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે.
શૈક્ષણિક સંકલન સમિતિના અધ્યક્ષ નારાયણભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પહેલુ અધિવેશન ઝોનલનું રાજકોટ ખાતે રાખવામાં આવ્યું હતું. રાજય સરકાર સાથેના આ મુદ્દો છે અને સરકાર સાથે અમારે ચર્ચા-વિચારણા થઈ ચુકી છે. અમારા પ્રશ્ર્નો પૈકી શિક્ષણમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવી હા પાડી છે કે આ બધા જ પ્રશ્ર્નોનું નિરાકરણ થશે. તેના સંદર્ભમાં અમોએ આ લડત શ‚ કરી છે. અગાઉ અમે આવેદનપત્ર સરકારને આપ્યું ઉપરાંત ધરણાનો કાર્યક્રમ કર્યો. માસ.સી.એલ.નો કાર્યક્રમ પણ કર્યો અને અમારી જે મુખ્ય માંગણી હતી. સાતમુ પગારપંચ એ રાજય સરકારે જાહેર કરી દીધું બીજા ઘણા પ્રશ્ર્નોની ચર્ચા હાલ ચાલી રહી છે. તેના પ્રશ્ર્નોના ઉકેલ માટે લડત ચાલુ કરી છે. છેલ્લે ૧૦ ઓગસ્ટે ગાંધીનગર ખાતે મહારેલી છે ત્યાં સુધી અમારા ચાર ઝોનલ અધિવેશન થતા રહેશે.
અમરેલી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર-કચ્છની જોન વિસ્તારની મીટીંગમાં ભાગ લીધો જેમાં ૭મુ પગારપંચ, આચાર્યની ભરતી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ફીકસ પગારદારોને કાયમી કરવા, બીએલઓની કામગીરીમાંથ મુકિત આપવી વિગેરે મુદાની રજુઆત પ્રમુખ તુલસીભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી. જેમાં રાજુલામાંથી પ્રિન્સીપાલ અને શિક્ષકોએ ભાગ લીધેલ જેમાં પંચાણીયા, જો‚ભાઈ વ‚, જો‚ભાઈ ખાંચર, ભાણકુભાઈ ધાંધલ, અશોક મહેતા, કે.એન.વ‚ વિગેરે હાજર રહેલ હતા.