સસ્તી કિંમતના રસ્તા પર મળતા ચશ્મા પ્લાસ્ટીકના હોવાથી આંખો સાથે સેટ થતા નથી: મોતિયો-ઝાખર પ્રશ્ર્નો ઉદભવી શકે: યુવી પ્રોટેકશનના ગોગલ્સ પહેરવા લાભદાયી
અત્યારનો યુગ એટલે ફેશન સાથે જોડાયેલો યુગ કપડા અને ચપ્પલની સાથો સાથ હવે ગોગલ્સ પણ એક સ્ટેટસ માટેની વસ્તુ બની ગયા છે. પરંતુ હકિકતમાં કેવા ગોગલ્સ પહેરવા જોઇએ તે અંગે લોકો જાગૃત હોતા નથી. જેથી ‘અબતક’ દ્વારા ગોગલ્સની પરખ માટેનો એક અહેવાલ રજુ કરવામાં આવ્યો છે.
સ્પેકટીકલનાં માલીક અલી મોહમ્મદે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ,
તેઓ છેલ્લા ૧૭ વર્ષથી શોપ ચલાવે છે. રસ્તા પર ગોગલ્સ મળતા હોય છે, જે ૫૦ થી ૧૦૦ રૂ માં મળતા હોય છે. પરંતુ શોપમાં વધારે ભાવ હોય છે. કારણ કે શોપમાં બ્રાન્ડેડ અને યુવી પ્રોટેકશન લેન્સ જોવા મળે છે. જે આંખની કાળજી માટે ખુબ જ જરુરી છે. રસ્તા પરના ગોગલ્સ લોકલ પ્લાસ્ટીકના હોય છે. જે આંખને ખુબજ નુશકાન પહોચાડે છે. જયારે શોપમાં મળે તે મટીરીયલ પોલી કાર્બાઇટ પોલોરાઇટ હોય છે. જે આંખ સાથે જલદી સેટ થઇ જાય છે. અત્યારનાં લોકો બહોળા પ્રમાણમાં રસ્તા પરનાં ગોગલ્સ પહેરતા હોય છે જે ખુબ જ નુકશાનકારક છે.
યુવરાજ ઓપ્ટીકલનાં માલીક હરીશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
છેલ્લા ર૦ વર્ષથી શોપ ચલાવી રહ્યા છે. આંખએ શરીરનો અગત્યનો અંગ છે. તેના વગર જીવનમાં અંધકાર છે. તો માણસે પહેલા આંખની સંભાળ લેવી જોઇએ એટલે આંખને યોગ્ય હોય તેવા ગોગલ્સ પહેરવા જોઇએ. ખાસ તો રસ્તામાં લો રેટ અને પ્લાસ્ટીકનાં જ હોય છે.
પ્રકાશના ગોગલ્સ પહેરાવાથી આંખમાં મોતીયો, જામર જેવા પ્રશ્ર્નો ઉદ્દભવે છે. ત્યારે ઓરિજનલ ગોગલ્સ વિશે જણાવ્યું કે, ઓરીનલ ગોગલ્સમાં પોલો રાઇડ સન ગ્લાસીસ આવે જે પહેરવાથી આંખને ઠંડક મળે ખાસ તો તડકાના આ માહોલમાં આંખની સંભાળ રાખવા માટે આ પોલોરાઇડ ગોગલ્સ બેસ્ટ છે. આંખમાં ઉનાળા દરમિયાન બળતરા થતી હોય તો પોલોરાઇડ ગોગલ્સ પહેર્યા બાદ તે થતું નથી. ઉપરાંત વીઝન પણ કિલયર આવે છે. રેબનમાં અત્યારની માંગ વધારે છે. જેમાં યુ.પી. અલ્ટ્રાવાયોલેન્ટ આવે ઉપરાંત સાદા પણ આવે.
ખાસ કરીને ઓરીઝનલ ગોગલ્સની પરત તેના ફીનીશીંગ પરથી જ થઇ જાય છે. એરોઝનલ ગોગલ્સની કલીયારીટી ખુબ જ સારી હોય છે. તેમની શોપમાં પ૦૦ થી ૩૦૦૦૦ રૂ સુધીના ગોગલ્સ ઉપલબ્ધ છે.
યુટર્ન ઓપ્ટીકલના રાજેશ રાજવીરે કહ્યું હતું કે,
રેંકડી પર મળતા ચશ્મા અને શો-રૂમ કે કોઇ ઓપ્ટીકલ મોલમાં મળતા ચશ્મામાં શું ફરક છે? તે વાત કરીએ તો બહાર મળતા ચશ્મા અને અમારા ચશ્મામાં ઘણો તફાવત છે. અમારે રેન્જ ૩૦૦ થી ૨૮ લાખ સુધીના છે. કોઇપણ ચશ્મા અમારે ત્યાઁથી યુઝ કરશો તો એ ૧૦૦ ટકા યુવી પ્રોટેકટેડ આવે છે કે જે તમને જામર જેવી બિમારી આપતા અટકાવે છે. તો એની એજ ૭૦ થી ૮૦ વર્ષ હોય છે જે પોસ્કોન થઇને ૭૫ થી ૮૫ વર્ષ સુધી જઇ શકે છે. તો ગોગલ્સ આપણને મળે છે એ ૧૦૦ ટકા યુવી પ્રોટેકશન લેવા એ દરેક લોકોને વિનંતી છે કવોલીટી ઘણી અલગ હોય છે. અને ઘણા બધા પરીબળો ઇફકેટ કરે છે જેમ કોસ્ટીંગ વધારે જવાબદાર જણાવ્યું છે દરેક વ્યકિત પોતાનું બજેટ જોવા જઇએ તો એ સામે વાળી પાટીની બજેટ પ્રમાણે વર્ક કરતી હોય છે પરંતુ અમારે કંપનીના હોય છે જેથી લોકો છેતરાય નહી અને કવોલીટી સારી મેળવી શકે. જેમ કવોલીટી સારી મળે તેમ કોસ્ટીંગ વધુ હોય છે.
કોન્ટેકટ લેન્સનું કહીએ તો દિવસે દિવસ ક્રેઝ વધતો જાય છે કે એ તમારા વર્કસ્ટાઇલને ઇફેકટ કરે છે જો તમે રફ-યુઝ કરો અથવા તો હીટીંગ ઇફકેટ વધારે હોય તો એ વધારે પ્રીફરેબલ હોતા નથી. એ સમયે ગોગલ્સ વધુ અસરકારક નીવડે છે. લેન્સ એવી વસ્તુ છે કે જે ફેકશનમાં વધુ પહેરાય છે. પસ્ટીકયુલરલી લેડીઝ જુદા જુદા કલરના લેન્સનો ઉપયોગ કરતી હોય છે. સનગ્લાસીસના ફે્રેમની વાત કરીએ તો અત્યારનો ક્રેઝ બોલીવુડ કે હોલીવુડ પર જતો હોય છે. પહેલા વેરીયેશન સેવું હતું કે જે ફેસ પર મેચ થાય એ પહેરે પરંતુ આજના યુગમાં એ વસ્તુ ઘટતું જાય છે. ગોગલ્સમાં ટ્રેન્ડની વાત કરું તો મરકયુરી લેન્સ વધારે ચાલે છે. પછી કીડસ લેડીઝ કે મેલ કલેકશનમાં ન હતો તો એ રીફલેકટ અને સમર સીઝન છે તો દિવસે દિવસે ગરમી વધતી જાય છે. તો રીફલેકટ મરકયુરી લેન્સ કે જેમાં પોલોરાઇડસમાં પણ ઉપયોગી થઇ ગયા છે.
અમે ૧૦૦ ટકા પોલીકાર્બોનેટ લેન્સ બાળકો માટે યુઝ કરીએ છીએ પછી એ ફ્રેમ કે સનગ્લાસીસ બંનેનમાં હોય, ઇન્ટનેશનલ વાત કરુ તો ઘણી કંપનીએ પોલીકાર્બોનેટ લેન્સ પર જ ભાર આપવાની વાત કરી છે. જેમાં રેગ્યુલર લેન્સ યુઝ કરવાના જ નથી તો એક સારી વસ્તુ છે. તો તમે મોબાઇલ લો છો કોમ્પ્યુટર લો છો કે તમે આઇપેડ વગેરે યુઝ કરો છો તો એ બધી બ્લુરીસ આપે છે જે આંખને વધુ નુકશાનકારક થાય છે અમારી કંપનીને બ્લુબ્લોક કંપની માટે રેકોર્ડ મળ્યો છે. જેમાં અમે એ આખી નવી ટેકનોલોજી લોન્ચ કરી છે. જે ૧૦૦ ટકા બ્લુરીશને બ્લોક કરે છે.
સમર સીઝન માટે ઘ્યાન દોરીશ કે સ્કીન કેન્સર આઇલીસીસ પી સ્ટાર્ટ થાય છે તો એ દરેક બ્રાન્ડને સર્ટીફીકેટ મળેલા છે. જે કેન્સર કંપનીએ આપેલા છે. કે એ સનગ્લાસીસ પહેરો તો સ્કીન કેન્સર લોકોને થતું નથી. અને પ્રોટેકશન વધુ આપે છે જેના માટે યુવી બ્લોકટ પહેરવા જોઇએ જેથી કરીને આંખ લાલ પીળી પાણી નીકળતું બંધ થાય છે. પોલોરાઇડ લેન્સ જયારે તમે ડ્રાઇવીંગ કરો તો ત્યારે વધુ અસરકારક નીવડે છે. અને વીઝન કલીયર જોવા મળે છે.
જીલ ગ્લાસીસના રાજુભાઇ શેઠે કહ્યું હતું કે
ફેરીયાઓની વાત કરીએ તો તેના કવાલીટીના કોઇ સ્ટાડન્ડ હોતા નથી. માત્ર કોસ્ટ ઇફેકટીવ હોવાનો કારણે લોકો એ લેવાનું પસંદ કરે છે. કે જે આર્થિક રીતે નબળા વર્ગના છે. પરંતુ જો સેફટીનું વિચારીએ તો આવા ખરીદવા ન જોઇએ. ઓનલાઇન પણ નોન-યુવી વગરના ગ્લાસ જોવા મળે છે જે ચીપ રેટ એટલે કે ઓફરના ભાગમાં આપે છે. ઓથોન્ટીક અને ઓપ્ટીશીયન પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ જે આંખની સુરક્ષા માટે સારો છે. ગ્લાસમાં પોલોરાઇઝેશન હોવું જોઇએ. જે અલ્ટા વાયોલેટ યુવી-એ અને યુવી-બી બંન્નેથી પ્રોટેકટ કરતું હોવું જોઇએ. જેના હા, રસ્તા પર મળતા ગોગલ્સમાં કોઇ સ્ટાન્ડર્ડ મેઇન ટેઇન્સ થતું નથી. જેમ કે અલ્ટ્રાવાયોલેટ પ્રોટેકશન હોવું જોઇએ. અને સ્ટાન્ડર્ડ પરીક્ષણમાંથી બહાર નીકળેલો ગ્લાસ હોવો જોઇએ. ટેકનોલોજી એપ્લીકેશન જ ૧૫૦ થી ર૦૦ માં ગ્લાસીસમાં પડતા હોય તો રોડ સાઇડમાં ૧૦૦ થી નીચેની પ્રાઇઝમાં વેચતા હોય જે એ પ્રોડકટમાંથી એવી ટેકનોલોજી આપણે વિચારી જ ન શકીએ.
લેન્સીસ ઓપ્ટીકલના કૌશલભાઇ શેઠે કહ્યું હતું કે,
ફેરીયા જે સનગ્લાસીસ લઇને બેસે છે એ પુઅર કવોલીટીના એટલે હોય છે કે કારણ કે તે ૧૦૦ કે ર૦૦ રૂ.માં વેચવાના હોય છે. અને સારી કવોલીટીનાં લેન્સ નખાવીએ તો ૩૦૦ જેવો ચાર્જ થાય છે. અને એમાં પોલોરાઇઝડ લેન્સ નખાવીએ તો પ૦૦ જેવો ચાર્જ થાય છે. ૧પ૦ રૂ માં આંખને ફાયદો થાય એવા સનગ્લાસીસ મળવાની શકયતા ઓછી છે. સારી શોપમાં જઇને સ્ટાર્ડન્ડ પ્રોડકટ લઇએ તો વેપારીઓને ખ્યાલ હોય કે શું ફાયદો છે ? શું પોલોરાઇઝડ લેન્સને આંખને ફ્રી રિફલેકશન આપે તો આ બધી પ્રોકડના સારા નોલેજ માટે સારા વેપારીઓને વધુ ખ્યાલ હોય યોગ્ય પ્રાઇઝે યોગ્ય પ્રોડકટ ફેરીયાઓ દ્વારા ન મળે એ ખાલી પવન રોકવા માટે ઉપયોગ કરતા હોય છે.
સનગ્લાસીસનો આંખને નુકશાન કારક ઘણા બધા અંશે હોય છે તેના પર સનસ્ટ્રોક લાગે તો તેના પર ક્રિસ્ટલ્સ ભાંગી જતા હોય છે. વિઝનની કલેરીટી પણ ઓછી જોવા મળે છે.કોન્ટેકટ લેન્સ વધારે પ્રમાણમાં સારા છે. જે લોકોને કોન્ટેકટ લેન્સ ખોવાની બીક હોય છે અને જે લોકોને વધારે ડસ્ટમાં હોય એ વધારે પ્રમાણમાં અનકરફરટેબલ લાગતું હોય તો ત્યારે ગ્લાસીસ પહેરવા વધુ યોગ્ય હોય છે.