દેશના સરકારી ડોકટરો પર સમયાંતરે થતા હુમલા સામે તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા થયેલી જાહેર હિતની અરજીની સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે
કોલકતાની હોસ્પિટલમાં ડોકટર પર થયેલા હુમલા બાદ પ.બંગાળના તમામ ડોકટરો હડતાલ પર ઉતરી ગયા હતાં. જેના સમર્થનમાં દેશભરના ડોકટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે લોકસેવા કરતા ડોકટરોની સુરક્ષા નિશ્ર્ચિત કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની સાંભળવાની સુપ્રીમ કોર્ર્ટે સંમતિ દશાવીને આજે આ મુદ્દે સુનાવણી કરનારી છે.
સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને સુર્યાકાંતની બેન્ચે સમક્ષ મંગળવારે રજુ થયેલી આ જાહેર હિતની અરજીને સાંભળવાની સંમતિ દશાવી હતી. એડવોકેટ અલાખ આલોક શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે દેશના 7પ ટકાથી વધારે ડોટકરોને સમયાંતરે હિંસાને સામનો કરવો પડે છે.
ભારતીય મેડીકલ એસોસીએશન દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસનો સંદર્ભ આપીને આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે. કે ડોકટરો અને ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં સેવા બજાવતા ડોકટરોની સલામતી માટે કોઇ માર્ગદર્શિકા તૈયાર કરાવાની તાતી જરુરીયાત છે આ અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે સરકારી હોસ્પિટલોની ઇન્સેન્ટીવ કેર વિભાગોમાં ડોકટરો પર પ0 ટકા હિંસક ધટનાઓ થાય છે.
આવી ધટનાઓમાં હોસ્5િટલમાં દાખલ દદીઓના સગા સંબંધીઓ દ્વારા થતા હુમલાનું પ્રમાણ 70 ટકા જેટલું હોય છે જેથી ડોકટરો આ હુમલાના ભયથી દર્દીઓની યોગ્ય સારવાર કરી શકતા નથી ડોકટરો આપણે બચાવે છે અને ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં જે ડોકટરો ગરીબ દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓ મોટી રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે તેવો પણ આ અરજીમાં દાવો થયો છે આ અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સુનાવણી યોજવામાં આવનારી છે.