કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર જનહિતની અરજી પરથી કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી

હિન્દુ-મુસ્લિમો વચ્ચે દરાર ઉભી ન કરો દીદી ઉર્ફે મમતા બેનરજીએ કોર્ટની તાકીદ છે. કલકતા હાઈકોર્ટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને જણાવ્યું હતું કે, હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઉભી ન કરો. કલકતા હાઈકોર્ટના ચીફ જસ્ટીશ રાકેશ ઓમપ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ બંગાળ રાજયની સરકાર હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે એક દિવાલ ખડી કરવાની ભૂમિકા ભજવતું હોવાનું ફલિત થઈ રહ્યું છે. તેમને તેમની શ્રદ્ધામાં જીવવા દો. આ તો લોકશાહીનું ચીરહનન છે.

અદાલતે આગળ જણાવ્યું હતું કે, લોકશાહીમાં લોકોને ધાર્મિક પ્રવૃતિ કરવાનો અધિકાર છે. પછી તે કોઈપણ સમુદાયનો હોય કે કોઈપણ સંપ્રદાય તેમજ કોઈપણ નાત-જાત-વર્ણનો હોય. દુર્ગા પુજા મામલે અગર દુર્ગાની મૂર્તિ મુદ્દે રાજનીતિ ન જ થવી જોઈએ. એક પી.આઈ.એલ. એટલે કે જનહિતની અરજી કલકતા હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. તેની સુનાવણીના ભાગરૂપે ચીફ જસ્ટીશ રાકેશ ઓમપ્રકાશ પાંડેએ ચુકાદો સંભળાવ્યો હતો. જણાવ્યું હતું કે, બંને સમુદાય વચ્ચે ભાઈચારો કરો.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ૩૦મી સપ્ટેમ્બરે દુર્ગાનો દિવસ એટલે કે દશેરા છે. અત્રે નોંધવુ ઘટે કે સમસ્ત પશ્ર્ચિમ બંગાળ અને ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરીકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, યુરોપ, આરબ દેશોમાં વસતા પશ્ર્ચિમ બંગાળીઓમાં દુર્ગા પુજાનું ભારે મહત્વ છે. દુર્ગા પુજા આગામી તારીખ ૩૦મી સપ્ટેમ્બરે છે અને મુસ્લિમ સમુદાય માટે તેમનો શહિદ-એ-કરબલાનો અતિ મહત્વનો ધાર્મિક તહેવાર આગામી તારીખ ૧લી ઓકટોબરે છે. આથી કોર્ટે કહ્યું કે ૩૦મી તારીખે રાત્રે ૧૦ વાગ્યા પછી દુર્ગા પુજાના ધાર્મિક તહેવારને લઈને કોઈ જ શોભાયાત્રા, વિસર્જન વિગેરે વિધિ ન કરવી કેમ કે ૧લીએ મહોરમ શરૂ થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.