નસ્કોરી ફૂટવી સામાન્ય વસ્તુ છે અમુક વખત આવું થવાથી લોકો ગભરાઈ જતાં હોય છે , મોટા ભાગે ઉનાળામાં નસ્કોરી ફૂટવાની તકલીફ હોય છે , નાક શરીરનો સૌથી સેન્સેટિવ અંગ છે જ્યારે બ્લડ વેસલ્સ તૂટવાથી નસ્કોરી ફૂટવાની સમસ્યા થાય છે.આજે હું તમને સરળ ઉપાયો વિષે જણાવીશ જે તમને નસ્કોરી ફૂટે ત્યારે ખુબજ મદદરૂપ બનશે .
નમક :
અડધા કપ પાણીમાં ચપટી મીઠું ઉમેરી નોસ્તલમા તેના ટીપાં નાખો તેનાથી લોહી નિકળવાનું બંધ થઈ જશે સેલિન વોટરથી નસલ પેસેજમાં મોઈશ્ચર મળે છે .
કાંદાનું જ્યુસ :
કોટનના રુને કાંદાના જ્યુસમાં બોળી ત્રણથી ચાર મિનિટ નસ્કોરી પાસે રાખો , અથવા ડુંગળીની સ્લાઈસ લઈને તેની ગંધ લો .
આઈસ પેક :
આઈસ પેક સૌથી સરળ અને અસરકારક ઘરેલુ ઉપચાર છે નાકની પાસે બરફ રાખો અને ખુબજ ઠંડુ પાણી પીઓ ,આમ કરવાથી નાકમાથી લોહી નિકળતું બંધ થઈ જશે .
કોથમીર :
કોથમીર જ્યુસના ટીપાં નાકમાં નાખવા અથવા કપાળ પર કોથમીરની પેસ્ટ બનાવીને લગાવી , જેનાથી ઠંડક મળશે અને રાહત પણ થશે .
તજ :
ગરમ પાણીમાં તજનો ટુકડો રાત ભાર પલાળી રાખો , જડપી રાહત મેળવવા માટે આ નુસખો સચોટ ઈલાજ છે .
બેકિંગ સોડા :
પાણીમાં બેકિંગ સોડા અને નમક મિક્ષ કરી ત્રણ થી ચાર વખત નસ પાસે સ્પ્રે કરો .
એપલ વિનેગર :
એપલ વિનેગરમાં બરફ ઉમેરી 10 મિનિટ સુધી ઠંડુ થવા દો ત્યારબાદ કોટન અથવા રૂની મદદથી તેનો ઉપયોગ કરી લાગવાથી તરત રાહત મળશે , નસકોરીને કાયમી અટકાવવા માટે ઠંડા પાણીમાં 2 ચમચી એપલ વિનેગર ઉમેરી રોજ પીવાથી ફાયદો થાય છે .