તમને યાદ છે જ્યારે તમારા ફોન પર લાંબા મેસેજ આવતા હતા, અને તેના કારણે વ્હોટ્સએપ હેંગ થઈ જતું હતું? આવું જ કંઈક હાલના દિવસોમાં ફરી શરુ થયું છે. વ્હોટ્સએપ યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે, તેમને એક લાંબો ફોરવર્ડેડ મેસેજ મળી રહ્યો છે, અને તેના પર ક્લિક કરતા જ વ્હોટ્સએપ હેંગ થઈ જાય છે, અને કામ કરવાનું બંધ કરી દે છે.

વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરાઈ રહેલા આ મેસેજમાં લખાયું છે કે, હું તમારું વ્હોટ્સએપ થોડીવાર માટે હેંગ કરી શકું છું, બસ મેસેજની નીચે ટચ કરો. મેસેજમાં એમ પણ લખ્યું છે કે, ‘ડોન્ટ ટચ હીયર’. ધ્યાનથી જોતા તમને તેના પર છૂપાયેલા શબ્દો જોવા મળશે, જે બ્લેંક સ્પેસ જેવો લાગે છે, પરંતુ ખરેખર આ જ કારણ છે કે, જેના કારણે વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી દે છે. ફોરવર્ડ કરાઈ રહેલા આ મેસેજથી કોઈ ખતરો તો નથી લાગી રહ્યો, પરંતુ એમ લાગે છે કે, કોઈએ મજાક ખાતર આ મેસેજ તૈયાર કર્યો છે. જોકે, વ્હોટ્સએપ યુઝર્સ માટે આ મેસેજ પરેશાની ઉભી કરી રહ્યો છે તે વાત ચોક્કસ છે. આઈફોન્સ પર મેસેજની કોઈ અસર નથી પડી રહી. હાલમાં જ એપલ આઈઓએસમાં એક બગ આવ્યો હતો, જેના કારણે એક ખાસ તેલુગુ અક્ષરને ટાઈપ કરવા પર વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતના મેસેજિંગ એપ ફ્રીઝ થઈ જતા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.