ગુજરાત, રાજસ્થાન, યુપી અને એમપી સરકારને સુપ્રીમનો ટકોર: કહ્યું મુખ્યમંત્રી કે અન્ય નેતાઓએ પદ્માવતી ફિલ્મને લઈ કમેન્ટથી દુર રહેવું જોઈએ
હાલ, એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ પદ્માવતી ફિલ્મને લઈ વિરોધ વંટોળ ઉભો થયો છે. ચૂંટણીના સમયે ફિલ્મ પદ્માવતીનો વિરોધ રાજકીય દંગલ બની ગયું હોય તેમ નેતાઓ પણ ટીપ્પણી કરી રહ્યા છે ત્યારે હોદા પર બેઠેલા આ નેતાઓને સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે અને જણાવ્યું છે કે, મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રીઓએ ફિલ્મ પદ્માવતીમાં પડવાની જ‚ર નથી. ફિલ્મ પદ્માવતી રીલીઝ થશે કે નહીં ? તે માટે સેન્સર બોર્ડ છે.
ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈ વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદામાં હોદા પર બેઠેલા વ્યકિતઓએ કોમેન્ટથી દુર રહેવું જોઈએ અને તેઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (સીબીએફસી) એટલે કે સેન્સર બોર્ડ કોઈ નિર્ણય કરે તે પહેલા પોતાનો નિર્ણય ન આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર મુખ્યમંત્રી વિજય ‚પાણીએ ગુજરાતમાં ‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ લાધ્યો છે. ગુજરાત સિવાય રાજસ્થાન, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ પદ્માવતી ફિલ્મ રીલીઝ ન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આથી સુપ્રીમ કોર્ટે આ તમામ રાજયની સરકારને ધ્યાને લઈ ઝાટકણી કાઢી છે કે મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રીઓએ ‘પદ્માવતી’ ફિલ્મના મુદામાં પડવાની જ‚ર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોઈ પણ ફિલ્મ રીલીઝ થશે કે કેમ ? તેનો નિર્ણય સેન્સર બોર્ડ કરે છે અને સેન્સર બોર્ડ સ્ટેચ્યુટરી બોડી છે જે નિયમો અને ગાઈડલાઈનને આધારે જ ફિલ્મ રીલીઝીંગનો નિર્ણય લે છે. જેથી સેન્સર બોર્ડને એનું કામ કરવા દો અને આ મુદામાં હોદા પર બેઠેલા કોઈ પણ વ્યકિતએ કમેન્ટ ન કરવી જોઈએ. જે-તે રાજય સરકાર પણ આ મુદાને લઈ ટીપ્પણી કરી રહી છે તે અયોગ્ય છે તેમ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટીસીની બેંચે જણાવ્યું છે.
સુપ્રીમે આ પ્રકારની સુનવણી ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી વિરુઘ્ધ નોંધાયેલી અરજી પર કરી હતી. જણાવી દઈએ કે, આ અગાઉ સુપ્રીમ કોર્ટે ‘પદ્માવતી’ ફિલ્મના વિરુઘ્ધ મામલે નોંધાયેલી આ અરજીને ફગાવી દીધી હતી પરંતુ હાલ, ફિલ્મ સેન્સર બોર્ડ પાસે પહોંચી પણ નથી અને સામાન્ય લોકો સહિત મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓ પણ ‘પદ્માવતી’ મામલે ટીપ્પણી કરી રહ્યા છે. જે કાયદાનો ભંગ છે. આથી સુપ્રીમ કોર્ટે ટકોર કરવાની જ‚ર પડી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ એમ.કે.ખાનવેલકર અને ડી.વાય.ચંદ્રચુડની બેંચે કહ્યું કે, ‘પદ્માવતી’ મામલે સુપ્રીમે નિર્ણય કરવાની ના પાડી તો અન્ય લોકોએ નિર્ણય લઈ લીધો પરંતુ આ નિર્ણય માટે સેન્સર બોર્ડ છે અને તેના પહેલા કોઈએ પણ પોતાનો નિર્ણય કરવો જોઈએ નહીં.