લીંબુના નુકસાન=આમ તો તમે લીંબુના ફાયદા અંગે જ સાંભળ્યુ હશે. વજન ઘટાડવાથી માંડીને ત્વચાની સારસંભાળ માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ લીંબુનો અતિરેક તમારા માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. આડેધડ લીંબુનો ઉપયોગ કરતા પહેલા તેનાથી થતા નુકસાન અંગે ખાસ જાણી લો. સવારે ખાલી પટે પાણીની સાથે લીંબુનો રસ લેવાથી તમારુ શરીર અંદરથી ક્લીન થાય છે, ત્વચામાં ચમક આવે છે. તે દવાનું પણ કામ કરે છે. પરંતુ તેની અનેક સાઈડ ઈફેક્ટ્સ પણ છે.
એસિડિક=લીંબુ ખૂબ જ એસિડિક હોય છે. આથી જે લોકોનું પેટ સંવેદનશીલ હોય અને પીએચ લેવલ ઓછુ હોય તેવા લોકોએ લીંબુનુ સેવન ન કરવુ જોઈએ.
ત્વચાને નુકસાન=લીંબુનો ઉપયોગ સ્કિનને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેનાથી કરચલીઓ, પિમ્પલ્સ અને ડાઘ ધબ્બા દૂર થાય છે. એવુ મનાય છે કે લીંબુ એસિડિક હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી. લીંબુ સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જો લીંબુ લગાડતી વખતે તમને થોડી પણ બળતરા થાય કે ખંજવાળ આવે તો તેનો યુઝ બંધ કરી દેવો જોઈએ.
લીંબુના સેવનથી થતા નુકસાન=લીંબુનુ વધારે પડતુ સેવન શરીરને નુકસાન પહોંચાડે છે. વધારે પડતા લીંબુના સેવનથી અલ્સર, દાંત ઘસાવા, પેટ ખરાબ થવુ, ડિહાઈડ્રેશન, વારે ઘડીએ પેશાબ લાગવી, કિડની અને ગોલ્ડબ્લેડરને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
ખાસ ધ્યાન રાખો=જો કોઈપણ મેડિકલ પ્રોબ્લેમ હોય તો તેમાં ડોક્ટરી સલાહ વિના લીંબુ પાણી પીને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ન વિચારશો. જો તમને એવુ લાગે કે લીંબુ પાણીને કારણે તમને નુકસાન થઈ રહ્યું છે તો તે પીવાનુ તરત જ છોડી દો. જો તમે લીંબુના રસનો ફાયદો મેળવવા માંગો છો તો અડધા ગ્લાસ પાણીમાં લીંબુના થોડા ટીપા નાંખી દો. પેટ સંવેદનશીલ હોય તો આખા ગ્લાસ પાણીમાં થોડો જ લીંબુનો રસ ઉમેરી વાપરો