સેક્સનો આનંદ સવારમાં કંઇક અલગ જ હોય છે.
સેક્સ એક એવો વિષય છે જેના વિશે કેટલી પણ વાત કરો ઓછી જ રહે છે. આ સાથે જ આપણાં દેશમાં આમ પણ નાનપણથી જ આ વિષય પર વાત કરવી એ ઉચિત નથી તેવું સમજાવવામાં આવે છે અને એટલે જ આપણાં દેશમાં આ બાબતે અનેકો ગેરમાન્યતા પ્રસરેલી જોવા મળે છે. જેનાં પરિણામે એવા ઘણાં યુગલો છે જે પોતાની સેક્સ લાઇફને યોગ્ય રીતે માણી નથી શકતાં અને એટલે જ આજે આપણે મોર્નિગ સેક્સ વિશે વાત કરીશું. જે સમાગમનો એક અલગ જ આનંદ આપે છે.
મોર્નિગ સેક્સને મહત્તમ કપલ્સ ઇગ્નોર કરે છે. એવી તો અનેકવાર ઇચ્છા થાય છે કે સવારે આંખ ખૂલતાની સાથે કામક્રિડાનો આનંદ લેવો છે પરંતુ તેવું કરતાં કંઇક ખચકાટ અનુભવાય છે અને સામાન્ય રીતે સ્ત્રીઓ આ મોર્નિગ સેક્સ માટે થોડી સુસ્તી દર્શાવે છે. પરંતુ પુરુષોમાં સવારનાં સમયે સમાગમને લઇને કંઇક વધારે એક્સાઇટમેન્ટ દેખાય છે.
એવું જોવા મળ્યું છે કે સવારનાં સમયે સમાગમ માટે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઓછો ઉત્સાહ હોય છે. એવી પરિસ્થિતિમાં પુરુષે જ તેની તરફથી પોતાની રીતે શરુઆત કરવાની આવે છે. જેમાં સૌ પ્રથમ પાર્ટનરે એક્સાઇટ કરવા તેનાં પેટ પર ધીમેથી ઇમોશન્સ સાથે હાથ ફેરવાનું શરુ કરો. ત્યાર બાદ ખૂબ જ હળવાશથી ચુંબન સાથે કામક્રિડાની શરુઆત કરો અને એ તમે પેટ પર હાથ પસારતા પસારતાં ચુંબનોની શરુઆત કરી શકો છો. આટલું કર્યા બાદ એ કોશિશ કરવી કે તમારો હાથ નાઇટ ડ્રેસની અંદરથી જતો જતો ચેસ્ટ સુધી પહોંચે અને પછી તમારી પાર્ટનરને વધુ એક્સાઇટ કરવા અને તેને ઉંઘમાંથી જગાડવા તમારા આહલાદક સ્પર્શનો અનુભવ કરાવો. અને વધુ ઉત્તેજના માટે તમારા અધરોથી તમારી પાર્ટનરનાં રોમે રોમને રોમાંચિત કરો. બસ આટલું કર્યા બાદ તે તમારી સાથેનાં સવારનાં સમાગમ માટે પૂરતાં જોશ સાથે તૈયાર હશે.
– કેટલીક બાબતોનું ધ્યાન રાખવું :
સવારે કામક્રિડાના આનંદ માટે પુરુષોએ જ પહેલ કરવી જોઇએ. જેના માટે રાત્રે સુતા પહેલા જ પૂર્વ તૈયારીઓ કરવાની આવે છે. આ ઉપરાંત સમાગમ દરમિયાન જે કંઇપણ પ્રકારનાં પ્રિર્કોશનનો ઉપયોગ કરો છો તેની વ્યવસ્થા પણ રાત્રે જ કરી લ્યો. જો એવું નહિં કરવામાં આવે તો એવું પણ બને કે બંને પાર્ટનરનો મુડ હોય અને પ્રિકોર્શન ગોતવામાં જ મુડ ઓગળી જાય જેનાથી મોર્નિગ સેક્સનું એક્સાઇટમેન્ટ જ ન રહે.