દાલ બાટીએ રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે. પરંતુ ગુજરાતમાં પણ દાલબાટી ખૂબ જ લોકપ્રિય છે. ઘઉના લોટના બનેલા નાના નાના બોલ્સ જેને તંદૂરમાં શેકવામાં આવે છે.જેને બાટી કહેવામા આવે છે.અને મસાલેદાર રાજથાની પંચકુટી દાળ (મસૂરની દાળ ) સાથે ઘી નાખી ખાવામાં આવે છે.

બાટી બનાવા માટે:

સામગ્રી:

1 કપ ઘઉંનો લોટ

¼ કપ રવા (સોજી)

1 tbsp ચણાનો લોટ

4 tbsp ઘી

ખાવાનો સોડા એક ચપટી

સ્વાદ માટે મીઠું

ઘી

રીત:

સૌ પ્રથમ ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો લો તેમાં ¾ ટેબલસ્પૂન ઘી ઉમેરો જરૂર મુજબ પાણી અથવા દૂધ ઉમેરી લોટ ત્યાર કરો ત્યારબાદ તેના નાના નાના બોલ્સ બનાવો.ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરો તે બોલ્સને તેમાં ફ્રાય કરી લો.

દાળ બનાવા માટે:

મગની છોડાં વાળી દાળ – ૧૦૦ ગ્રામ

ચણા દાળ – ૫૦ ગ્રામ

તુવર દાળ – ૫૦ગ્રામ

અડદ દાળ – ૫૦ ગ્રામ

ટામેટું બારીક કાપેલું – એક નંગ

ઘી –૨ ટેબલસ્પૂન

હળદર –૧/૫ ટેબલસ્પૂન

ગરમ મસાલો –૧/૫ ટેબલસ્પૂન

લાલ મરચું –૧ ટેબલસ્પૂન

હીંગ – ચપટી ભર

લીંબુ – ૧ નંગ

બનાવાની રીત:

સૌ પ્રથમ કુકરમાં બધી દાળ ચડાવી લો. એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરુ, તમાલપત્ર અને ચપટીભર હીંગ લઇ, થોડા ભૂરા રંગનો થાય ત્યાં સુધી ચડાવો. ત્યારબાદ ટામેટું નાખી થોડી વાર પકાવો. ત્યારબાદ બધા મસાલા, દાલ તથા મીઠું (નમક) નાખીને રસ ઘાતો થાય ત્યાં સુધી સીઝવા દો.તો ત્યાર છે દાલ બાટી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.