ધારાસભ્ય ધાનાણીએ આવેદન વેળાએ રોડ પર લસણ ફેંકયુ

પરેશ ધાનાણીએ ખેડુતોના પ્રશ્ર્નો બાબતે આવેદન પત્ર પાઠવતા સમયે રસ્તાઓ પર બદ્દબુદાર લસણ ફેંકતા ખેડુતે દાખવી જાગૃકતા:લેખીતમાં ગ્રામ પંચાયતને કરી રજુઆત

અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં  ધારા સભ્ય પરેશ ધાનાણી એ ખેડૂતોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર આપવા માટે રોડ રસ્તાઓ પર લસણ ફેંકી સુંદર વડિયા શહેરને બદસુરત કરવાના આક્ષેપો વડિયાના એક જાગૃત ખેડૂતે લેખિતમાં ગ્રામપચાયતને ફરીયાદ કરી છે આ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારું સુંદર અને સ્વચ્છ વડિયા શહેર છે તેને બીમારીનો ભોગ ન બનાવો

ધારા સભ્ય પરેશ ધાનાણી એ ખેડૂતોના પ્રશ્નો બાબતે આપ્યું આવેદનપત્ર આ આવેદનપત્ર આપવા માટે રોડ રસ્તાઓ પર ખરાબ બદબુદાર લસણ ફેંકી પશુ અને માનવના આરોગ્ય સો ચેડા કરીયા છે તેવું વાડિયાના એક જાગૃત ખેડૂતે જણાવ્યું છે .

પરેશ ધાનાણી હાલના ધારા સભ્ય હોવા છતાં અજ્ઞાનતાનો અભાવ જણાયો છે વડિયા શહેરમા ગંદકી ફેલાવી ને વડિયા શહેરને સ્વચ્છતા ને નષ્ટ કરીને રોગચાળો ફેલાય અને લોકોના આરોગ્ય સો ચેડા કરતા હોય તેવું જણાવ્યુ છે હાલના ધારાસભ્ય પરેશ ધાનાણી એ આ રોડ રસ્તાઓ પર બદબુદાર લસણ ફેંકી પશુ અને મનુષ્યના આરોગ્ય માટે ખતરો સાબિત થાય તેવું કૃત્ય કર્યું છે .

આ બાબતને વડિયાના એક જાગૃત ખેડૂત રણજીતભાઈ બોરીચા એ વડિયા ગ્રામ પંચાયતે લેખિત મા ફરિયાદ કરી છે કે હાલના ધારા સભ્યમા અજ્ઞાનતાનો અભાવ જણાઈ રહ્યો છે અને લોકોના આરોગ્ય સો ચેડા તા જણાવ્યા છે માટે મેં લેખિત ફરીયાદ આપી છે કે આ રોડ પર ફેંકેલું લસણ કોઈ પશુ ખાઈ જશે તો તેના આરોગ્યને નુકશાન શે અને અહીં મેઈન રોડ પર ફેંકેલા લસણ ની બદબુી વેપારીઓમાં અને રાહદારોમાં બીમારીનું ઇન્ફેક્શન લાગશે તેવા આક્ષેપો કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.