એનસીપી ગુજરાત પ્રદેશને રાજયસભાની ચૂંટણીમાં મતદાન માટે કોઈના પ્રમાણપત્રની જરુર નથી: ‘અબતક’ની મૂલાકાતે આવેલ એનસીપીનો આક્રોશ

રાજયસભાની ચૂંટણીમાં જયારે કોંગ્રેસમાંથી ૧૪ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષ છોડીને ક્રોસ વોટીંગ કરતા હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની જવાબદારી કોંગ્રેસની જ છે. તેના ધારાસભ્યોની જ છે. એનસીપી ફકત પક્ષ તરીકે બિન સાંપ્રદાયીક પક્ષોની તરફેણમાં અને ભાજપની વિ‚ધ્ધમાં નિર્ણય લે તે જ જ‚રી છે. રાષ્ટ્રીય સ્તરેથી એનસીપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનું વ્હીપ લેખીત આપેલ હતુ તેજ એનસીપીની નિષ્ઠા બતાવે છે. કોંગ્રેસ પક્ષે આ બાબતે એનસીપીનો આભાર માનવો જોઈએ તેને બદલે એકદમ અવ્યવહા‚ વર્તન કર્યું લેખત, મૌખીક જેને પણ કોંગ્રેસને સહયોગ આપવાનું કહ્યું તેનો આભાર માનવો જોઈએ તેને બદલે એનસીપીને પ્રમાણ પત્ર આપવા નીકળી પડયા હોવાનું એનસીપીનાં ડો. દાફડાએ આગેવાનો સાથે ‘અબતક’ની મુલાકાત વખતે જણાવ્યુંં હતુ.રાજયસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર ‘૧’નો મત ફકત એનસીપી એજ આપેલ હતો. તેજ મતથી કોંગ્રેસના ઉમેદવાર જીતેલ છે. તેથી પ્રફુલ પટેલ, પ્રભારી ગુજરાત એનસીપીનાં નિવેદનથી સીનીયર કોંગ્રેસી આગેવાનોની એનસીપીએ પ્રત્યેનું વલણ ખૂલ્લુ પડી ગયું તેથી એનસીપીનાં કોંગ્રેસને આપેલ મત માટેનું પ્રમાણપત્ર આપવા નીકળી પડયા એનસીપીતે કોંગ્રેસી આગેવાન કે અન્ય કોઈના પ્રમાણપત્રની ભાજપને હરાવવા એનસીપી જ સમક્ષ છે. તેથી એનપીસી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છે.ગુજરાતમાં પાટીદાર સમાજએ પ્રથમ ટેકો જાહેર કરનાર જયંત પટેલ (બોસ્કી) ધારાસભ્ય ઉમેરઠ હતા. તેમજ પ્રફુલ પટેલ સાંસદ રાજયસભાએ સૌ પ્રથમ અનામત માટે અને પાસ માટે ભાજપને પડકાર ફેંકયો હતો તેથી કોંગ્રેસ રાજયસભાવિશેની ચર્ચા તાત્કાલીક અસરથી બંધ કરે, મત આપવા છતા પાટીદાર સમાજનું અપમાન કરવું તેમજ ખેડુત સમાજને છેહ દઈ રહ્યા છે. જયારે શરદ પવારજીએ ખૂલ્લો ટેકો કોંગ્રેસને જાહેર કરેલ હતો.દખાખોરીની વાત કરતા હોય તો ભૂતકાળમાં રાજયસભાની ચૂંટણી હોય કે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી હોય ગુજરાતના કોંગ્રેસી સીનીયર આગેવાનો જ દગાખોરીમાં સુત્રધારની ભૂમિકા ભજવતા આવ્યા છે. ભરતસિંહ સોલંકી જ દગાખોરીના સુત્રધાર હોવાનું આક્ષેપ એનસીપી આગેવાનોએ કર્યો હતો. જો કોંગ્રેસ આવા હિન કૃત્યો બંધ નહી કરે તો પાટીદાર, દલિત, મુસ્લીમ, લઘુમતી અને આદીવાસી સમાજ કોંગ્રેસ સામે એક થશે.ડો. જગદીશ ચંદ્ર દાફડા, સત્યેનભાઈ પટેલ (કોર કમીટી), હરિકૃષ્ણ જોષી, માધુભાઈપાંભર, રમેશભાઈ ચોવટીયા, (તા. પંચાયત સભ્ય) વસંતભાઈ કોરીંગા, નરસીંહભાઈ ઠોરીયા, દિલીપસિંહ વાઢેર, સાગરભાઈ ગઢવી, સોભનાબેન પટેલ (મહિલા રાષ્ટ્રીય મહામંત્રી) સવિતાબેન પટોળીયા, રાજદીપસિંહ ચુડાસમા, દાણીધારીયા, પ્રકાશભાઈ હાર્દિક એ ગઢવી વગેરેએ કટીબધ્ધ છે. એમ ‘અબતક’ સાથે આક્રોશ પ્રગટ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.