ત્રણ દેશની મુલાકાતના અંતિમ પડાવ ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.
દેશની આશા ખોટી નહીં થવા દઉં
– ઓમાન પહોંચ્યા ત્યારે ત્યાંના ડેપ્યુટી પીએમ સૈયદ ફહદ બિન મોહમ્મદ અલ સઇદે તેમને રિસીવ કર્યાં. જે બાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદીએ મસ્કતના સ્ટેડિયમમાં ભારતીય લોકોને સંબોધિત પણ કર્યાં. દેશની ત્રણ ભાષામાં લોકોને નમસ્કાર કર્યાં.
– મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે, “હું ચા વાળો છું, અને તેથી મને ખબર છે કે 90 પૈસામાં ચા પણ નથી આવતી. અમે વીમો આપીએ છીએ. દેશે જે આશા અને અપેક્ષાઓ સાથે મને બેસાડ્યો છે તેને નુકસાન થાય તેવું કોઈ જ કામ હું નહીં કરું.”
– ખાસ વાત એ છે કે આ સ્ટેડિયમના રોયલ બોક્સથી સ્પીચ કરનારા મોદી પહેલાં વિદેશી મહેમાન બન્યાં છે. આ બોક્સનો ઉપયોગ માત્ર ઓમાનના શાહ જ કરતાં આવ્યાં છે.