જમીન તો ઠીક આકાશી ચોરી પણ શરૂ!
ઇરાનની સરકારી ન્યુઝ એજન્સીએ વાતાવરણમાં બદલાવ અને દુષ્કાળ મામલે વિદેશો પર લગાવ્યો આરોપ
છેલ્લા વર્ષોમાં દુષ્કારનો સામનો કરી રહેલા ઇરાને ચોકાવનારો આરોપ લગાવ્યો હતો કે ઇઝરાઇલ સહીતના દેશો બરફીલા વાદળોને રોકી રમ્યું છે. જેથી દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થઇ છે. ઇરાનની અર્ધસરકારી ન્યુઝ એજન્સીએ ઉપરોકત આરોપો લગાવ્યા હતા.
જળ-વાયુ પિરવર્તનને કારણે સમગ્ર વિશ્ર્વમાં આબોહવાએ સંમતુલન ગુમાવ્યું છે. ત્યારે ઇરાનના ન્યુઝ એજન્સી આઇએસએનએ ન્યુઝ એજન્સીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઇરાનનાં વાતાવરણમાં થઇ રહેલા પરિવર્તન શંકાસ્પદ છે. ઇઝરાઇલ અને તેવી સાથેના અન્ય દેશો ઇરાન તરફ આવતા વરસાદી વાદળોને રોકી રહ્યા છે. જેના કારણે ઇરાન દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
વધુમાં ઇરાનનો સિવીલ ડિફેન્સના વડા બ્રિગેડીયર જનરલ ધોલર રજા જલાલએ ઉમેર્યુ હતું કે ભૂમઘ્ય સમુદ્ર અને અફઘાનિસ્તાનના રર૦૦ મીટરમાં આવેલી પવર્તમાળાઓ બરફાછાદિત છે અને ફકત ઇરાન બરફનો ભાગમાં જ બરય છલાતા નથી આ પરિસ્થિતિ પાછળ વિદેશી તાકાતને જવાબદાર ગણાવી હતી.
જો કે ઇરાનના હવામાન વિભાગના અહદ વાઝીદે જણાવ્યું હતું કે ગ્લોબલ વોમિંગને કારણે સમગ્ર દુનિયાની આબોહવામાં ફેરફારો થઇ રહ્યા છે અને ઇરાનમાં થઇ રહેલા આબોહવાકીય ફેરફારો પણ કુદરતી પ્રક્રિયાને અનુરૂપ જ હોવાનું ઉમેરી ઇરાનની ન્યુઝ એજન્સીનો અહેવાલોને રદીયો આપ્યો હતો.
જો કે કુદરતી આબોહવા અને વરસાદી વાદળો તેમજ બરફ ચોરાયાનો આક્ષેપ ઇરાન માટે નવા નથી કારણ કે આ અગાઉ પણ ઇરાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જાહેમુદ અરેમૈદીના મહે ૨૦૧૧ માં પશ્ર્ચિમિ દેશો અને યુરોપીન દેશોને ઇરાનના દુષ્કાળ માટે જવાબદાર ગણાવી આ દેશો દ્વારા વાદળો પોતાનાં દેશમાં વરસાવી ઇરાનમાં દુષ્કાળો પાડયો હોવાનો આરોપ લગાવી ચુકયા છે.