અત્યાર સુધીમાં બ્યુટી પાર્લરમાં વિવિધ પ્રકારનાં સ્પા કરવામાં આવે છે. જેમાંનું એક એટલે ફિશ ફૂટ સ્પા. જેના વિશે એક્સપર્ટ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે ફિશ ફૂટ સ્પા HIV અને હિપેટાઇટિસ Cજેવી ખતરનાક બિમારી ફેલાવી શકે છે.
ગવર્નમેન્ટ હેલ્થ પ્રોેટેક્શન એજન્સીએ કહ્યું છે કે ડાયાબીટીઝ અથવા જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. તેવી વ્યક્તિઓ ખાસ આ સ્પાથી બિમારીઓનો શિકાર બને છે. એટલે માટે જ ફિશ સ્પા કરાવવાથી ચેતજો.
એક નવી ગાઇડલાઇન પ્રમાણે આ એક લોકપ્રિય ટ્રીટમેન્ટ હોવાથી અનેક લોકોમાં ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે. જેમાં માછલીઓ સ્પા લેનાર વ્યક્તિની ડેડ સ્કિન પર હુમલો કરે છે અને તેના બાઇટથી આ ઇન્ફેક્શન એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઇ રહ્યું છે.
આ ઉપરાંત ફિશ ટેન્કનું પાણી પણ જો બદલવામાં ન આવે તો એ પ્રદૂષિત પાણી પણ સ્પા લેનાર વ્યક્તિમાં ફેલાઇ છે.
એમાં પણ જો HIVગ્રસ્ત અથવા હિપેટાઇટીસ ગ્રસ્ત વ્યક્તિ ફિશ સ્પા લેવડાવે છે તેવા સમયે પેડિક્યોર કરતા સમયે લોહી પણ નિકડે છે. જેનાથી એ બિમારી પણ ફેલાય છે.
આમ આ ટ્રીટમેન્ટથી ખતરો ખૂબ ઓછો છે પરંતુ ખરતાથી સંપૂર્ણ રીતે બાકાત પણ નથી.
સ્પા સેન્ટરની વધતી સંખ્યાની વચ્ચે નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં હાઇજીન અથવા સ્વચ્છતા સંબંધી તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો ઇન્ફેક્શનનો ખતરો ખૂબ જ ઓછો રહે છે.
જ્યારે આ બાબતે આ ખતરા સમાન પેડિક્યોર અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પરંતુ એશિયામાં આ ટ્રીટમેન્ટ ખૂબ જ લોકપ્રિય બની છે. તો વિચારવું રહ્યું કે લોકો ફિશ સ્પા કરાવતા સમયે કેટલાં જાગૃત રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,