શ્મીર ફરવા ગયા હોઈ કે પછી હિમાચલ એ દરેક પહાડી વિસ્તારમાં જઈએ એટલે લાંબા ઉંચા મજબૂત શંકુ આકારના દેવદારના વૃક્ષોને જોઈને જ આનંદ આવી જાય છે, પરંતુ માત્ર જોવાથી જ નહિ તેનો આયુર્વેદિક ઉપચાર પણ સ્વાસ્થ્યને આનંદ આપે છે. એ ખબર છે તમને????
દેવદારના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ છે સિડ્રસ દેવદાર.જેને અંગ્રેજીમાં હિમાલયન દેવદાર પણ કહેવાય છે. આ વૃક્ષની ઉંચાઈ આશરે 3500 થી 12000 ફૂટની હોઈ છે. તેનું લાકડું મજબૂત હોવાની સાથે વજનમાં હળવું પણ હોઈ છે અને તેમાંથી સુગંધ પણ આવે છે. જેનો ઘેરાવો 12 મીટર સુધીનો હોઈ છે.
દેવદારની ખસિયાત એ છે કે કોઈ પણ પ્રકારની માટીમાં તે ઉગી શકે છે. અને તેનો મહત્તમ ઉપયોગ ફર્નિચર માટે થાય છે.
આયુર્વેદમાં તેને એક ઔષધિનું સ્થાન મળ્યું છે. તેના દવા તરીકેના ઉપયોગના કારણે તેને હિમાચલના રાજ્ય વૃક્ષ તરીકેનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.
દેવદારની કેટલીક પ્રજાતિઓને સ્નિગ્ધદાર અને કાષ્ટદારના નામથી પણ ઓળખાય છે. સ્નિગ્ધ દેવદારનું લાકડું તેલ અને દવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
દેવદારના પાન ખુબજ સખ્ત હોઈ છે એટલે તેની તાસીર પણ ગરમ હોઈ છે, જેનો અતિ ઉપયોગ આપણા ફેફસાને નુકશાનકારક સાબિત થાય છે પરંતુ તેનો સીમિત ઉપયોગ કરવાથી શરીરના અનેક દોષોનો ઉપચાર પણ કરે છે,પાનનો રસ આંતરડાના સોજાને દૂર કરે છે. આ ઉપરાંત પથારી હોઈ તો તેને દૂર કરવામાં પણ ખૂબ જ અક્સીર ઈલાજ સાબિત થાય છે.
દેવદારના લાકડાને પામ ઉકાળી ર પામ બેસવાથી પૃષ્ઠ સંબંધી બીમારીઓનો ઈલાજ થાય છે તેમજ થાય થયેલી ઇજાઓમાં પણ રાહત થાય છે. આ ઉપરાંત પાઈલ્સ સંબંધી પ્રશ્નોનો પણ ઉપચાર થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com