સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા ઘરેલુ બનાવટો માટે દેશમાં વિકસતુ બજાર
મુળ હૈદરાબાદની રહેવાસી પૂજાસિંઘ નામની મહિલા લગ્ન પછી ઝારખંડના બોકારો ખાતે સાસરે આવી હતી. તેણે અહીં પોતાની માલિકીનો અપારેલ સ્ટોર ખોલ્યો હતો. જયાં તેણે ખાસ્સુ રોકાણ કર્યું હતું પરંતુ તેણે આ સ્ટોર બંધ કરવાનો વારો આવતા તે શહેરમાં સ્થાય થઈ હતી.ત્યારબાદ તેણે સ્ટોર ખોલવાનો વિચાર પડતો મુકયો હતો અને તેના બદલે તેણે વોટસએપ અને ફેસબુકમાં તેની બનાવટની વસ્તુઓ વેંચવાનું ચાલુ કર્યું હતું.
દેશમાં રીટેલ ક્ષેત્રે ઓનલાઈન માર્કેટ ફુલ્યો-ફાલ્યો છે. ભારતીય ગૃહિણીઓ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારવામાં આવ્યો હોય. પૂજા સિંઘ જેવી મહિલાઓ દ્વારા તેનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઝીન્નાવ શેરડ એકસકલુઝીવ લી.નો એક રીપોર્ટ જણાવે છે કે ૨ મિલિયન સ્ત્રીઓ દ્વારા હોમમેકીંગ આઈટમોનું વિવિધ ક્ષેત્રે લાઈફ સ્ટાઈલ તેમજ કલોથની વસ્તુઓ માટે આ બંને સોશિયલ મીડિયા મહત્વના સાબિત થઈ રહ્યા છે.
ઈ-કોમર્સમાં ફિલપકાર્ટ અને એમેઝોન દ્વારા સારુ એવું વેચાણ થાય છે. આ હોમ મેકર્સ દ્વારા ઈન્ટરનેટના બેઝીક ટુલ્સનો ઉપયોગ કરીને કપડાના ક્ષેત્રે ૮ થી ૯ બિલિયન જેટલુ ગ્રોસસેલ થઈ રહ્યું છે. જે હજુ પણ ૨૦૨૨ સુધીમાં ૪૮ થી ૬૦ બિલિયને પહોંચવાનો અંદાજ હોવાનું ઝીનોવના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ઓનલાઈન રીસેલર્સ કે જે ટીપીકલી સ્ત્રી હોમ મેકર્સ છે. જેમાંથી ઘણાના ભૂતકાળમાં પોતાના બુટીક હતા. બેકાર યુવાનો કે કોલેજ જતા વિદ્યાર્થીઓ દ્વારા પણ વોટસએપ અને ફેસબુક દ્વારા તેની પ્રોડકટ વહેંચવા માટે મોટો લાભ મેળવી રહ્યા છે. આ રીસેલર્સ ૧૫ થી ૨૦ ટકા તેમની કિંમતના વેચાણ પર કમિશન મેળવી રહ્યા છે.
સિંઘના જણાવ્યા પ્રમાણે ૭૦-૮૦ યુનિટ વચ્ચે દર મહિને વેચાણ કરીને તે રાજયની બહાર પણ વેંચાણ કરવા માટે તેણે વોટસએપ મદદ‚પ થયું છે.
૭૦ ટકા જેટલા ઉત્પાદનો સ્થાનિક વહેંચે છે પરંતુ તેને દેશ બહારથી પણ ઓર્ડર લેવામાં ફેસબુક ઉપયોગી થઈ રહ્યું છે. હવે, તે અન્ય ઉત્પાદનો વેંચવા માટે તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં તેણે ઘેરબેઠા ૬૫,૦૦૦ કરોડની કમાણી કરી હતી.