યુરેનસના વાતાવરણમાં હાઈડ્રોજન સલ્ફાઈડનું પ્રમાણ વધુ હોવાથી દુર્ગંધ ધરાવતા વાદળો બને છે!
સૂર્યમાળશના સાતમા ગ્રહ યુરેનસમાથી સડેલા ઈંડા જેવી વાસ આવતી હોવાનું સંશોધકોનું માનવું છે. યુરેનસનાં વાતાવરણમાં હાઈડ્રોજન સલ્ફાઈડનું પ્રમાણ ખૂબજ છે. આ કેમિકલની દુર્ગંધ અતિ તિવ્ર હોય છે. તેવું નેચર એસ્ટ્રોનોમીના સંશોધન પત્રમાં જણાવાયું છે.
આ મામલે યુનિવર્સિટી ઓફ એકસ્ફોડના ફીઝીસીસ્ટ પેટ્રીક ઈરવીનનું કહેવું છે કે, જો કોઈ મનુષ્ય યુરેનસના વાતાવરણમાંથી પસાર થાય તો તેઓને સડેલા ઈંડા જેવી તિવ્ર દુર્ગંધ અનુભવાય, આવા વાતાવરણમાં રહેવું માનવી માટે અસહ્ય બની જાય, યુરેનસના વાદળોમાં આ કેમિકલનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સંશોધકોએ ૨૩ ફૂટ લાંબા જેમીની નોર્થ ટેલીસ્કોપના માધ્યમથી કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, યુરેનસના વાતાવરણમાં હાઈડ્રોજન સલફાઈડના કારણે સૂર્યપ્રકાશ સપાટી ઉપર પહોચી શકતો નથી. યુરેનસના વાદળા નીચે મોલેકયુલર કણો હોવાનું પણ જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com