આવતા દિવસોમાં ૫૦ ટકા લોકો મોબાઇલ પર જ પ્રોગ્રામો જોતા હશે
ન હોય, રેડીયોની જેમ ટી.વી. પણ હવે ભૂતકાળ બની જશે ? આવતા દિવસોમાં ૫૦ ટકા લોકો મોબાઇલ પર જ પ્રોગ્રામો જોતા થઇ જશે તો ઇરેકશન ક્ધઝયુમર લેબના એક રીસર્ચ રીપોર્ટમાં વર્તારો કરવામાં આવ્યો છે.
રીચર્સ રીપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે – આવતા દિવસોમાં સ્માર્ટ ફોનની મોબાઇલ સ્ક્રીન એ જ ટેલીવિઝનનો પડદો બની જશે. અત્યારે આપણે ભલે ટેલીવિઝનને ઇડીયર બોકસ કહેતા હોઇએ પરંતુ ટચુકડા પડદા પર પણ મનોરંજનની સાથે ઘણા માહિતીસભર કાર્યક્રમો આવે છે. વર્તમ્ાન સમયમાં પણ વુડ અને હોટ સ્ટાર જેવી અમુક એપ્લીકેશન ડાઉન લોડ કરી લેવાથ કલર્સ અને સ્ટાર પ્લસ જેવી ટેલીવિઝન ચેનલોના પ્રોગ્રામ ગમે ત્યારે સ્માર્ટ ફોનની નાનકડી સ્ક્રીન પર એચ.ડી. કવોલિટીમાં જોઇ શકાય છે. ટૂંકમાં સ્માર્ટ ફોન એક હરતુ ફરતું પોકેટ ટેલીવિઝન બની ગયું છે તેમાં શંકાને કોઇ જ સ્થાન નથી.
ખાસ કરીને અભ્યાસ કરતા છાત્રો, કોલેજીયનો જેવા યુવા વર્ગ સ્માર્ટ ફોન પર ટેલિવીઝન પ્રોગ્રામો જોવાનો લ્હાવો લેતા હોય છે. આ સિવાય તેઓ યુ ટયુબનો ઉપયોગ કરીને હકારાત્મક અને પ્રેરણાદાયી લેકચર જોતા સાંભળતા હોય છે.
હવે સ્માર્ટ ફોન પર વિડીયો ઓન ડીમાન્ડ એપ્લેકેશનો ખુબ જ આસાનીથી ઉપલબ્ધ છે. કેમ કે – ડાઉન લોડ સરળતાથી થઇ શકે છે. અત્યારે તેઓ ટેબલેટ, સ્માર્ટ ફોન કે લેપટોપ પર ટેલીવિઝન પ્રોગ્રામો જુએ છે. આવતા ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૦ સુધીમાં લગભગ ૫૦ ટકા લોકો પરંપરાગત ટેલીવિઝન સ્ક્રીન છોડીને સ્માર્ટ ફોનનો જ હાલતા ચાલતા ટી.વી. તરીકે ઉપયોગ કરતા થઇ જશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જેમ રેડીયો હવે ભૂતકાળ બની ગયો તેમ ટેલીવિઝન પણ આવતા દિવસોમાં ભૂતકાળ બની જશે તે નકકી છે. રીચર્સમાં જણાવાયું છે કે – ખાસ કરીને ૧૬ થી ૧૯ વર્ષના લોકો સ્માર્ટ ફોન પર વીડિયો ઓન ડીમાન્ડનો ઉ૫યોગ કરે છે.