બિહાર સૌથી વધુ તો કેરલ સૌથી ઓછી ફર્ટાલીટી રેટ ધરાવતું રાજય
કોઈપણ રાજયનો વિકાસ તેની સંસ્કૃતિ અને ભૌગોલિક ઘટકોની શૈલી દર્શાવે છે અને વિકાસ માટે ફર્ટાલીટી રેટનું પણ મહત્વ રહેલું છે. જે રાજય પ્રમાણ હોય છે ધર્મ પ્રમાણે નહીં. રાષ્ટ્રીય પરીવાર આરોગ્ય સર્વેમાં સામે આવ્યું હતુ કે, તેમના ધર્મ કરતા તેના વિસ્તારના આધારે મહિલાઓની ફર્ટાલીટી રેટ રહે છે.
આ અભ્યાસ પ્રમાણે કેરેલામાં ૧.૪ ટકા હિન્દુ મહિલાઓથી ફર્ટાલિટી રેટ રહી હતી ત્યારે મુસ્લિમ મહિલાઓ ૧.૯ ટકાએ રહી હતી. ત્યારે સૌથી વધુ ફર્ટાલીટી ધરાવતા બિહારમાં ૩.૩ ટકા હિન્દુ મહિલાઓ રહી ત્યારે ૪.૧ ટકા મુસ્લિમ મહિલાઓ છે અને બિહારમાં કિસ્ચન લોકો રહેતા નથી.
ત્યારે રાજસ્થાની હિન્દુ મહિલાઓનો ફર્ટાલીટી રેટ ૨.૪ તો મુસિલમ મહિલાઓનો રેટ ૩.૧ રહ્યો હતો જયારે બિહાર, ઉતરપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશની કોઈપણ મહિલાઓ હોય તેની ફળદ્રુપતા વધુ રહી હતી ત્યારે તેલંગણા, વેસ્ટ બંગાળ, તામિલનાડુ, પંજાબ અને કેરેલા જેવા રાજયોની મહિલાઓ ઓછા બાળકોને જન્મ આપે છે ત્યારે બિહારમાં સૌથી વધુ બાળકો છે તેથી સ્પષ્ટ થાય છે કે ધર્મનો ફર્ટાલીટી રેટ સાથે કોઈપણ પ્રકારના લેવા-દેવા નથી.
જેમાં હિન્દુ મુસિલમ અને ક્રિસ્ચન એક ત્રણ ધર્મો પ્રમાણે અભ્યાસ કરવામાં આવ્યો હતો એક તરફ આર્થિક નબળા રાજય જેમ કે બિહાર, યુપી, ઝારખંડ છે તે ત્યાંની મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે છે ત્યારે ૯૯ ટકા શિક્ષણ ધરાવતા કેરલ, તામિલનાડુ જેવા રાજયોમાં મહિલાઓ વસ્તી વધારામાં માનતી નથી અને ઓછી ફળદ્રુપતા ધરાવે છે.