માર્ક જુકરબર્ગે જ્યારે વર્ષ ૨૦૦૪માં સોશિયલ સાઇટ પર ફેસબુકની સુવિધા ઉપલબ્ધ કરાવી ત્યારે તેમણે પણ નહીં વિચાર્યુ હોય કે તેનુ ફેસબુક બાળ પેદા કરવાનું માધ્યમ બનશે.
બ્રિટેનમ સાયમન વોટ્સને ફેસબુકને જ બાળક પેદા કરવાનું માધ્યમ બનાવ્યું છે. વાસ્તવમાં એક સ્પર્મ ડોનર છે. જેના શુક્રાણુથી અત્યાર સુધીમાં ૮૦૦ બાળકો જન્મ લઇ ચુક્યા છે. આ મહાન કામ માટે સાયમન ફેસબુક પર પોતાના સ્પર્મની બોલી લગાવે છે. અને તેને વહેચેં છે. વોટસનના અંદાજ પ્રમાણે તે છેલ્લા ૧૬ વર્ષોથી સ્પર્મ વહેચી રહ્યો છે. વોટસનનો લક્ષ્યાંક એવો વિશ્ર્વ રેકોર્ડ બનાવવ માંગે છે જેને કોઇ તોડી શકે નહી, વોટસન આ માટે ફેસબુક પર પેજ પણ બનાવ્યું છે જોકે તેઓ, સ્વસ્થ છે અને દર ત્રણ મહિને રેગ્યુલર ચેકઅપ કરાવે છે. જેનો રિપોર્ટ તે પોતાના પેજમાં બતાવે છે આગામી ચાર વર્ષોમાં તે ૧૦૦૦ બાળકોના પિતા બનવાની ઇચ્છા ધરાવે છે.