સ્વામિ વિવેકાનંદના શિકાગો વિશ્ર્વ ધર્મ સંસદમાં અપાયેલા ભાષણના ૧૨૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશની તમામ સ્ટુડન્ટોને આપી સ્પીચ
સ્વામી વિવેકાનંદના શિકાગો વિશ્ર્વ ધર્મ સંસદમાં આપેલા ભાષણના ૧૨૫ વર્ષ પુરા થયા હોય. આ ઉપક્રમે વડાપ્રધાન મોદીએ દિલ્હીના સાયન્સ સેન્ટરમાં દેશભરની યુનિવર્સિટી અને કોલેજ સ્ટુડન્ટને સ્પીચ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, જો ૧૨૫ વર્ષ પહેલાનું વિવેકાનંદજીનું ભાષણ વિશ્ર્વએ યાદ રાખ્યું હોત તો ૯/૧૧ની ગમખ્વાર ઘટના ન થઈ હોત. મોદીએ ઉમેર્યું કે, આપણને પાનની પિચકારી જમીન પર થૂંકીને વંદે માતરમ્ બોલવાનો હક નથી, વંદે મારતમ્ બોલવાનો હક્ક દેશની સફાઈ કર્મચારીઓને છે.મોદીએ વધુમાં ઉમેર્યું કે, એક મહાપુ‚ષે માં ભારતીની પદયાત્રા કરી હતી. પૂર્વથી પશ્ર્ચિમ અને ઉત્તર થી દક્ષિણની દરેક બોલીને આત્મસાત કરી હતી. આવો એક મહાપુરુષ ક્ષણોમાં જ આખા વિશ્ર્વને પોતાનું બનાવી લે છે અને વિશ્ર્વને જીતી લે છે. તેમણે કહ્યું હતું કે, શું દુનિયામાં કોઈએ વિચાર્યું છે કે, કોઈએ આપેલી ભાષણના સવા સો વર્ષ ઉજવવામાં આવે ? જો કોઈ સ્પીચના શબ્દો સવા સો વર્ષ પછી પણ આટલા જાગૃત હોય તો દેશની સંસ્કૃતિનો મહાન વારસો છે.મોદીએ ઉમેર્યું કે, આજે સભાગૃહમાં વંદે માતરમ્નો નારો સાંભળીને ઉભા થઈ ગયા. પણ શું આપણને વંદે માતરમ્ બોલવાનો હક્ક છે ? આપણે પાન ખાઈને ભારત માતા પર પિચકારી મારીએ છીએ અને પછી વંદે માતરમ્ બોલીએ ? બહાર કચરો નાખીને પછી વંદે માતરમ્ બોલીએ ? વંદે માતરમ્ બોલવાનો પ્રથમ હકક જો આ દેશમાં કોઈને હોય તો એ હક્ક સફાઈ કામદારોને છે. તેઓ ભારત માતાના સાચા સંતાનો છે. મેં કહ્યું કે, પહેલા શૌચાલય અને પછી દેવાલય, આજની દિકરીઓ કહે છે કે, પહેલા શૌચાલય પછી લગ્ન. વડાપ્રધાન મોદીએ વિવેકાનંદજીના જ્ઞાન અને હુન્નરમાં ભિન્નતા દર્શાવતા વિધાનને પણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાથમાં સર્ટીફીકેટ છે તેનું મહાત્મય છે. હાથમાં હુન્નર છે તેનું મહાત્મય ? વિવેકાનંદજીએ જ્ઞાન અને હુન્નર (સ્કીલ અને નોલેજ)ને અલગ કર્યા હતા. આજે સ્કીલ ડેવલોપમેન્ટ માટે સરકાર યોજના ચલાવે છે. કયારેક નિષ્ફળતા જ સફળતાનો રસ્તો બતાવે છે. નિષ્ફળતાથી ગભરાવવું તે જિંદગી નથી.