૨૦૧૫માં ડાયાબિટિસ હબ ગણાતુ ગુજરાત હવે ૧પમાં ક્રમે ગોવામાં ડાયાબિટિસનું પ્રમાણ વઘ્યું
ગુજરાતીઓને ગળ્યું ખાવામાં કોઇ પહોંચી શકે નહી તેથી રાજયમાં ડાયાબીટીસનું પ્રમાણ વધુ હોવી જોઇએ. પરંતુ હવે તેવું રહ્યુ: નહીં. ભારત ભરમાં ડાયાબીટીશનું પ્રમાણ વઘ્યું છે. પણ ગુજરાતમાં ઘટયું છે. ૧૯૯૦ થી ૨૦૧૬ સુધીમાં રાજયની વસ્તીમાં દર એક લાખ લોકોએ ૭૨૯ ડાયાબીટીસના દર્દીઓનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાત કરતા તામિલનાડુ અને પંજાબમાં વધુ લોકો ડાયાબીટીશની બિમારી ધરાવે છે. તામિલનાડુ અને પંજાબમાં દર એક લાખ લોકોએ ૧૬૨૮ અને ૧૩૧૪ લોકોને ડાયાબીટીશ હોવાનું સામે આવ્યું છે.
ગોવામાં પણ ડાયાબીટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦૧૫ માં નેશનલ હેલ્થ પ્રોફાઇલે કહ્યું હતું કે દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડાયાબીટીશનું પ્રમાણ જોવા મળ્યું છે ૨૦૧૫માં રાજયની કુલ વસ્તીમાંથી ૨૦ ટકા લોકો ડાયાબીટીશના દર્દીઓ હોવાનું નોંધાયું હતું. એવામાં પણ દશેરા, દિવાળી અને ઉતરાયણ જેવા તહેવારોમાં દર વર્ષે કેટલાક નવા ડાયાબીટીશ દર્દીઓ નોંધાય છે. હાલ ભારતમાં ગોવા, તામિલનાડુ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, કર્ણાટકા અને ત્યારબાદ ગુજરાતનું સ્થાન છે.
ભારે રોગોની ગંભીરતાને ઘ્યાનમાં લઇ ૨૦૧૫માં સરકારે શહેરી વિસ્તારની ર કરોડ જનતા માટે લાઇફસ્ટાઇલ ડીસીઝ સ્કીનીંગ પ્રોગામની યોજના બનાવી હતી જેમાં ૩૦ થી ૩પ વર્ષના લોકોમાં ૩૦૦ થી વધુ કમ્યુનીટી હેલ્થ સેન્ટરો તેમજ ૩પ૦ અર્બન હેલ્થ સેન્ટરો જોડાયા હતા. ૨૦૧૫માં ડાયાબીટીશના પ્રથમ સ્થાનેથી ગુજરાત ૧પમાં સ્થાને આવ્યું છે. લોકો હવે ડાયાબીટીસ, કેન્સર જેવી ગંભીર બિમારીઓ સામે જાગૃત બની રહ્યા છે.