નાનકડા ગામના યોગ ગુરૂથી શરૂ થયેલી સફરની સંઘર્ષ કથા વિશેની બાબાની બાયોપિક
‘આયુર્વેદ એટલે પતંજલિ અને પતંજલિ એટલે આયુર્વેદ’ પોતાની આવડતનો ઉપયોગ કરી આપબળે જ પોતાની કંપનીનું વિશાળ બ્રાન્ડિંગ કરી તેનો વ્યાપ વધારનારા બાબા રામદેવ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ફિટનેસ કે યોગા તો ઠીક બાબા ડાન્સ શોમાં પણ મનોરંજક યોગ દ્વારા દર્શકોને આકર્ષે છે માટે બોલિવુડ એકટર અજય દેવગન પ્રોડયુસર તરીકે નાના પડદે યોગ બાબા રામદેવના જીવન પર આધારીત એક ટી.વી.શો કરવાના છે.
‘સ્વામી રામદેવ: એક સંઘર્ષ’ નામના આ શોમાં નેશનલ એવોર્ડ વિજેતા નમન જૈન બાબા રામેદવની મુખ્ય ભૂમિકા નિભાવશે. તેઓ આ પૂર્વ જય હો, ચિલ્લર પાર્ટી અને રાંજણા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે. ૪૮ વર્ષના અજયે ટવીટર મારફતે જાહેર કર્યું હતું કે, નમન ખુબ જ ટેલેન્ટેડ છે તે યંગ બાબા રામેદવની ભૂમિકામાં જલ્દી જ નજરે પડશે. રામદેવની આ બાયોપિકમાં તેમના જીવનની પ્રેરણા, સફર વિશે લોકો માહિતગાર થશે. કારણકે લોકો બાબા રામદેવને જાણે છે પરંતુ તેના સંઘર્ષને જાણતા નથી.
આ બાબતે નમને જણાવ્યું હતું કે, તે બાબા રામદેવના બાળપણની ભૂમિકા ભજાવીને હું ખુબ જ ગર્વ અનુભવુ છું. કારણકે સ્વામી રામદેવના બાળપણમાં તેમણે ઘણી મુશ્કેલીઓ વેઠી છે. એક નાના ગામડાના રામદેવથી લઈને આટલા પ્રસિદ્ધ વ્યકિત બનવાની સફર સરળ નથી માટે તેમને સમજવી મારા માટે પણ ચેલેન્જ છે. ગોલમાલ અગેને ૨૦૦ કરોડની કમાણી કરી છે તો હવે તેના અભિનેતા બાયોપિક દ્વારા નાના પડદે પ્રોડયુસર તરીકે કમબેક કરશે.