તમામ પ્રકારના ન્યુટ્રીશન અને વિટામીનોથી ભરપૂર દુધ ચરબીને બાળવામાં મદદરૂપ થાય છે
આજના ફેશનેબલ સમયમાં દરેક વ્યકિત સુંદર અને બેડોળ દેખાવવા ઈચ્છુક છે. તેમાં પણ મોટાપણું ધરાવતા લોકો વજન ઘટાડવા અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. ત્યારે ડોકટરોનું કહેવું છે કે, વજન ઘટાડવા માટે દુધ પીવું જોઈએ.
આ જાણીને કદાચ નવાઈ લાગી શકે. કારણ કે સામાન્ય રીતે બધા લોકોનું એવું માનવું હોય છે કે દુધ પીવાથી વજન વધે છે. પરંતુ બેંગ્લોરના નિષ્ણાંતોએ આ માન્યતાને ખોટી ઠેરવી છે. અને તેમણે કહ્યુંં છે કે દુધ એ તમામ વિટામીનોથી ભરપૂર છે. આપણે દુધને એક સંપૂર્ણ ખોરાક તરીકે માનીએ છીએ દુધમાં આર્યન સિવાય તમામ ન્યુટ્રીશન જેવા કે, પ્રોટીન, વીટામીન એ, બી.૧, બી.૨, બી૧-૨ અને ડી, કેલ્શીયમ, પોટેશીયમ તેમજ મેગ્નેશીયમ છે.
આ પ્રકારનાં બધા ન્યુટ્રીશન માત્ર દુધમાં જ જોવા મળે છે. એટલે જ તો દુધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. મજબુત હાડકા, ઈમ્યુનીટી, હેલ્ધી સ્ક્રીન તેમજ સારી ઉંધ માટે દુધ પીવાની ટેવ રાખવી જોઈએ આ માટેતો દુધ ઉપયોગી છે. જ પણ વજન ઘટાડવમાં પણ દુધ મદદ કરે છે.
દુધ આપણા શરીરમાં પ્રોટીન બનાવે છે. અને જરૂરી તમામ ન્યુટ્રીશનનો સ્ત્રોત દુધમાંથી મળતો હોવાથી શરીર માટે ખૂબજ લાભદાયી નીવડે છે. દુધ ચરબીને બાળવામાં મહત્વનો પાળો ભજવે છે. આથી વજન ઘટાડવા ઈચ્છુક લોકોએ ફરજીયાત પણે નિયમિત દુધ પીવું જોઈએ તેમ ડોકટરો અને નિષ્ણાંતોનું કહેવું છે.