રાજય સરકાર દ્વારા ખોવાયેલા બાળકોને શોધવા અસરકારક ટ્રેકિંગ સિસ્ટમ અમલી બનાવાયાનો દાવો

વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં ગુમસુદાઓની સંખ્યાઓમાં ચિંતાજનક વધારો યો છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરેલા એક અભ્યાસના તારણોમાં બહાર આવ્યું છે કે, રાજયમાં ગુમસુદાઓની સંખ્યામાં ૬૧ ટકા ટીનેજરો હોય છે અને એી પણ આગળ પુરૂષોની તુલનાએ અધધધ… કહી શકાય તે રીતે ૬૯ ટકા મહિલાઓ ગુમ થતી હોવાનું નોંધ્યું છે.

જો કે, બીજી તરફ રાજય સરકાર દ્વારા ખોવાયેલાઓને શોધવા માટે અદ્યતન ટેકનોલોજી સો નવી ટ્રેકિંગ સીસ્ટમ અમલી બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાત દ્વારા ગુમસુદા વ્યક્તિઓ અંગે તાજેતરમાં એક અભ્યાસ હા ધરવામાં આવ્યો હતો.

૭૦૦૦ જેટલા કેસોનો અભ્યાસ કર્યા બાદ રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કેસોના અભ્યાસ બાદ સ્પષ્ટ તારણ નીકળ્યું છે કે, ૨૦૧૦ થી ૨૦૧૭ સુધીમાં ૨૨૫૦૦ લોકો ગુમ યા છે જે પૈકી ૬૦.૮૯ ટકા ૧૫ થી ૧૮ વર્ષની વયજૂના છે અને ૨૬.૨ ટકા ૧૨ થી ૧૫ વર્ષની વયજૂના છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અભ્યાસમાં એવું પણ તારણ બહાર આવ્યું હતું કે, ખોવાયા બાદ ૩૧ ટકા પુરુષો મળી આવે છે જયારે ૬૯ ટકા મહિલાઓ ગુમ થયા બાદ મળતી ની.

સરકાર માટે આ ચિંતાની બાબત છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાએક દાયકાના અભ્યાસ દરમિયાન સૌથી વધુ લોકો ૨૦૧૨નાવર્ષમાં ગુમ યાનું પણ અભ્યાસમાં નોંધાયું છે.

જો કે, ગુમસુદાના મોટાભાગના કિસ્સામાં ટીનેજરને લગ્નની લાલચ આપી ભગાડી જવામાં આવતા હોય છે અને બાદમાં વર્ષો બાદ તેઓ જયારે મળે છે ત્યારે તેમની પુખ્તવય થઈ ગઈ હોય છે અને ઘણાખરા કિસ્સામાં તો વર્ષોના વર્ષો બાદ પણ ગુમ થયેલા હોવાનો પત્તો લાગતો નથી.

આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, ગુમ યાના ૨૫ ટકા કિસ્સામાં જુદા જુદા કારણોસર અપહરણ થયા હોવાનું પોલીસ દફતરે નોંધાયું હોય છે અને કુલ ગુમસુદાના ૯૧ ટકા કિસ્સામાં વ્યક્તિ પરત મળતી હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.

જો કે, ગુજરાત સહિત દેશભરમાં બાળકો અને તરૂણો ગુમ થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારાને પગલે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ગુમસુદાઓને શોધી કાઢવા માટે ખાસ ટ્રેકિંગ સીસ્ટમ અમલી બનાવવામાં આવી છે.

જેમાં આધુનિક ઈન્ટરનેટનો ઉપયોગ કરી જુદા જુદા રાજયો સંયોજન સાંધી ગુમસુદા બાળકો, તરૂણોને શોધવા માટે નવી ટ્રેકિંગ સીસ્ટમને અમલી બનાવવા જઈ રહ્યાં છે જેથી આવનારા દિવસોમાં ગુમસુદાઓને શોધવા સરળ બને તેમ હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.