‘અનાજ’ અને ‘ડેરી ઉત્પાદનો’ આરોગના જૂથો વચ્ચે સંશોધનનું તારણ
ખોરાકમાં નવી નવી વાનગીઓ આરોગવાના શોખીન લોકો માટે ખાસ જણવા જેવો કિસ્સો સામે આવ્યો છે. એમાંય ખાસ કરીને ડેરી ઉત્૫ાદનો આરોગતા પહેલા ખાસ નોંધમાં લેવા જેવી બાબત હાલની પેઢીને પ્રિય ડેરી ઉત્પાદનો વિશે સામે આવી છે. ડેરી ઉત્પાદનોની અસર શરીરના કયા ભાગ પર પડે છે તે જાણવું છે ?
વિવિધ ખાદ્ય વાનગીઓમાં નવી નવી વસ્તુઓમાં ઘણી વસ્તુઓ શરીરના અમુક ભાગો પર અસર કરે છે. તે મહદ્ર અંશે તે આરોગનારા જાણતા નથી હોતા ડેરી ઉત્૫ાદનમાં પણ ચીઝનું આગમન, માન્ય ખોપરીના આકાર પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખોપરીનો આકાર અને ડેરી ઉત્પાદનોને સીધો સંબંધ છે. તાજેતરમાં જ નેશનલ એકડમી ઓફ જર્નલ પ્રોસિડિંગ્સમાં એક સંશોધનનો અભ્યાસ છાપવામાં આવ્યો હતો. જે મુજબ ખોપરીના આકાર બદલવા માટે ડેરી પ્રોડકટ ‘ચીઝ’ કે ‘પનીર’નો વધુ વપરાશ સામે આવ્યો છે.
યુનિવસીટી ઓફ કેલિફોર્નિયાની ટીમના પ્રોફેસર ટીમ વીવર અને આંડાશાસ્ત્ર માર્ગ ગ્રોટ સાથે કેટઝના જણાવ્યા પ્રમાણે ‘ખોપડીના આકર પર આહારના પ્રભાવ જાણવા માટે ૫૫૯ ઉપરના અને ૫૩૪ નીચલા જડબા ખોપડીના હાડકા કરતા વધારે ખોરાક સંગ્રહ કરી માનવ ખોપરીના આકાર અને કદ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.’ તેઓ દ્વારા અનાજ અને ડેરી ઉત્પાદનો બંનેનો ઉપયોગ અલગ અલગ જુથો પર કરતા ખોપરીના આકાર વિજ્ઞાનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. અને ડેરી ઉત્પાદનોનો વપરાશ કરનારનો આકાર મોટો થયો હતો. જયારે અન્યમાં નાનો થયો હતો જયારે આ તફાવત સ્ત્રી અને પુ‚ષમાં પણ નજીવો થયો હતો. જયારે ખોપરીના આકાર વિજ્ઞાનમાં ડેરી ઉત્પાદનો નો મહદ્ર અંશે ફેરફાર નોંધાયો હતો.
આપણા આહાર શાસ્ત્ર મુજબ સામાન્ય રીતે દરેક ખોરાક શરીરમાં અમુક રીતે અસર કરતા હોય છે. જેમ કે અમુક પ્રકારનો ખોરાક ખાવાથી શરીરમાં ચરબી જમા થાય છે. જેમાં ખાસ કરીને તળેલા પદાર્થો ખાવાથી આવું થાય છે. તેમજ વધારે પ્રમાણમાં ગળીયા પદાર્થો ખાવાથી સુગરનું લેવલ વધતા પેનક્રિયાઝ પર અસર પહોંચતા ડાયાબિટીસ જેવા રોગો થતા હોય છે. આ ઉપરાંત વિવિધ કઠોળ ખાવાથી તમામ પ્રકારના પ્રોટીન મળે છે તથા વિવિધ ફળો અને શાકભાજી ખાવાથી વિટામીન મળતા હોય છે. ત્યારે આપણા આહાર શાસ્ત્રીઓ દ્વારા પ્રોટીન, વિટામીન અને ચરબી સહિતના મિશ્રણ ધરાવતા ખોરાક માટે ભલામણ કરવામાં આવે છે. દુધને આપણે સંપૂર્ણ આહાર તરીકે ઓળખીએ છીએ ત્યારે ડેરી પ્રોડકટ દ્વારા ખોપડીના જડબાના આકારમાં ફેરફાર થતો હોવાનું સંશોધન આપણા સૌ માટે ખાસ જાણવું રસપ્રદ છે.