સુપ્રિમ કોર્ટે સરકારને આઠ અઠવાડિયામાં ઉમેદવારી પર ફેર વિચારણા કરવા સુચના આપી હતી
૧૮ વર્ષ પહેલા અપહરણ અને રેપના આરોપી જજ બનશે. સમગ્ર બનાવ એવો છે કે, વર્ષ ૨૦૦૦માં ૨૧ વર્ષીય મહમદ ઈમરાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, ત્યારબાદ તેને જે તે કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.
નવ વર્ષ બાદ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ઈમરાનની જયુડીશીયલ ઓફિશર તરીકે નિમણૂંક કરવામાં આવી. ઈમરાને આ માટે બધી જ કમ્પેટીટીવ એકઝામ અને ઈન્ટરવ્યુ પાસ કરી લીધા પરંતુ રાજય સરકારે તેને નાપાસ કરી દીધો. ત્યારબાદ ઈમરાને રાજય સરકારના આ નિર્ણયને મુંબઈ હાઈકોર્ટ પણ રાજય સરકારના આ નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે, જયુડીશીયલ ઓફિસરની વર્તણૂક અન્ય જોબ કરતા અલગ હોય છે.
ઈમરાને મુંબઈ હાઈકોર્ટના આ ઓર્ડરને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો અને રાજય સરકારે કહ્યું કે, ઈમરાન અપહરણના ગુન્હામાં સંડોવાયેલો છે પરંતુ તે યુવતીએ તેને હોસ્ટેલમાંથી હાકી કાઢયા બાદ અન્ય કોઈ ફરિયાદ કરી નથી માટે તે જયુડીશીયલ ઓફિસરની જોબ માટે ગેરલાયક નથી.
ઈમરાનનો કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમીદે ઈમરાનનો બચાવ કરતા જણાવ્યું કે, ઈમરાને કરેલી ભૂતકાળના ભૂલ બદલ ટ્રાયલ કેસમાં તેને સત્તાવાળાઓએ બરતરફ કરી દીધો હતો. પરંતુ હવે તેણે જયુડીશીયલની બધી પરીક્ષા તો પાસ કરી દીધી છે તો તેની નિમણૂંક માટે તેની સાથે ભેદભાવ થઈ રહ્યાં છે.
જસ્ટીસ કુરીયન જોસેફ, સંજય કિશન કોલ અને નવીન સિંહાની બેંચે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને સુધરવાની તક મળવી જોઈએ. ભૂતકાળમાંથી શીખવા અને આત્મ સુધારણા જીવનમાં આગળ વધવાની તક છે. મોટાભાગના કેસની વાસ્તવિકતા પરિસ્થિતિ પર આધાર રાખે છે.
મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટે સરકારને આઠ અઠવાડિયામાં જયુડિશીયલ ઓફિસર તરીકેની નિમણૂંક માટે ઈમરાનની ઉમેદવારી પર ફરીથી વિચારણા કરવાની સુચના આપી હતી.