અગર બીજેપીને વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦ કે તેથી વધુ સંસદીય બેઠકો પર જીત મળી તો હું પાટીદાર અનામત આંદોલન સમેટી લઈશ: ઈડરમાં ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિકનું પડકારજનક નિવેદન

ન હોય… ચૂંટણીના પરિણામો પછી હાર્દિક અનામત આંદોલન સમેટી લેશે !!! જી હા, પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજેપીને અગર ૧૦ કે ૧૦થી વધુ બેઠકો પર જીત મળી તો હું અનામત આંદોલન સમેટી લઈશ !!!અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ઈડર નગરમાં હાર્દિક પટેલે એક રેલીને સંબોધન કરવા દરમિયાન ઉપર મુજબ પડકારજનક નિવેદન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, પ્રથમ તબકકાના મતદાનમાં એટલે કે તારીખ ૯ ડિસેમ્બર ૨૦૧૭ શનિવારના મતદાનમાં અગર બીજેપીને ૧૦ કે તેથી વધુ સંસદીય બેઠકો પર વિજય પ્રાપ્ત થાય છે તો હું આ પાટીદાર અનામત આંદોલન સમેટી લઈશે.

ઈડરના વિરપુર સમાજવાડી ખાતે ખેડૂત અધિકાર આંદોલન સંમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિકે આગળ કહ્યું હતું કે, જો જો ને બીજેપીને સૌરાષ્ટ્ર-કચ્છની ૪૫ સંસદીય બેઠકોમાંથી ૧૦ બેઠકો પર પણ જીત નહીં મળે. આમ કહીને તેમણે અપ્રત્યક્ષ રીતે ચોકકસ પાર્ટીને મતદાન ન કરીને કોઈ એક રાજકીય પક્ષની તરફેણમાં કરી હતી.

હવે હાર્દિકનો પાટીદાર સમાજ પરનો પ્રભાવ કેવોક છે ? તે મતદાનની પેટર્ન પર નિર્ણાયક અસર પાડી શકે છે. આ સિવાય તેણે ઉપસ્થિત જગતાતોને સંબોધન કરવા દરમિયાન સતાધારી પક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જોકે તેણે નામ લીધા વિના જ ચોકકસ પક્ષની તરફેણ કરીને મતદાન કરવા અપીલ કરી હતી.

દરમિયાન, ચૂંટણીના ચકરાવવામાં હાર્દિકના નિવેદનોની વોટ બેંક પર શું અસર થઈ શકે છે તે જોવાનું રસપ્રદ થઈ પડશે. હાર્દિકને પણ સાઈડલાઈન કરવાના પ્રયાસો સ્વાભાવિક રીતે જ વિરોધીઓ દ્વારા થયા છે અને ચુંટણીમાં આ બધુ સામાન્ય છે. એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર એન્ડ ઈલેકશન ???

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.