ન હોય એક નંબર પ્લેટ 19 લાખ રૂપિયામાં વહેંચાણી! આ સાંભળી થોડું આશ્ચર્ય થશે પરંતુ સત્ય છે. રાજકોટ RTOએ મંગળવારે ફોર વ્હીલર્સ માટે નવી સીરિઝ બહાર પાડી છે. આ સીરિઝના સ્પેશિયલ નંબર માટે હરરાજી લગાવવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ નંબર 0007 (GJ03 LB 0007)માટે એક વ્યક્તિએ અધધ 19 લાખ 1 હજાર રૂપિયાની બોલી લગાવી ખરીદ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ RTOમાં મંગળવારે ફોર વ્હીલ માટે નવી સીરિઝ બહાર પાડવામાં આવી હતી. આ નવી સીરિઝ GJ 03 LB હતી, આ સીરિઝ માટે સ્પેશિયલ નંબરની પણ હરરાજી રાખવામાં આવી હતી. અને 0001( GJ03 LB 0001)  નંબર રૂપિયા 8,53,000 માં ગયો..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.