યુઆઇડીએઆઇના લગભગ 81 લાખ આધાર નંબર ડિએક્ટિવ કરવામાં આવ્યા છે. જો કે રાજ્ય અને વર્ષ મુજબ યુઆઇડીએઆઇએ ડેટા જમા નથી કર્યો પણ આ વાતની સ્પષ્ટતા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના રાજ્ય મંત્રી પી.પી. ચૌધરીએ શુક્રવારે આપી હતી. ત્યારે કેવી રીતે જાણવું કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તે એક્ટિવ છે કે ડિએક્ટિવ. ઉલ્લેખનીય છે કે સરકારે હવે આધાર કાર્ડને એક મહત્વના દસ્તાવેજ તરીકે સ્વીકારી તેને મોટા ભાગની તમામ વસ્તુઓ જોડે જોડી રહી છે. ફોનથી લઇને બેંક સુધી આધાર કાર્ડ જ્યાં ફરજિયાત બન્યું છે ત્યારે કેવી રીતે જાણવું તમારું એકાઉન્ટ એક્ટિવ છે કે ડિએક્ટિવ શીખો અહીં…
કેમ ડિએક્ટિવ થાય છે?તમારા આધાર કાર્ડના ડિએક્ટિવ થવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણ હોવાની સંભાવના વધારે છે. જે નીચે મુજબ છેસેક્શન 27 અને 28ના પ્રોવિઝન્સ મુજબ કોઇ વ્યક્તિના આધારને ત્યારે રદ્દ કરી દેવામાં આવે છે જ્યારે એક જ વ્યક્તિના એકથી વધુ આધાર કાર્ડ બની ગયા હોય.જો બાયોમેટ્રિક ડેટા કે પછી તેને લગતા કોઇ ડોક્યુમેન્ટ સાથે ગરબડી થઇ હોય તો પણ આધાર કાર્ડને રદ્દ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.