કિંમતી કારોની લોક સિસ્ટમ તોડવા માટે હાઈ ટેકનોલોજી, જીપીએસ સિસ્ટમ, લેપટોપ, સોફટવેર અને સેન્ટ્રલાઈઝ લોકિંગ સિસ્ટમનો ઉપયોગ લેવાતો હતો
ચોરી તો અનેક પ્રકારની થતી હોય છે પરંતુ આ ચોર લકઝુરીયસ કારનો શોખીન હતો. દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષોમાં ૫૦૦ જેટલી લકઝુરિયસ કાર ચોરનાર આરોપીને પકડી પાડનાર માટે રૂપિયા ૧ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ૨૯ વર્ષીય ચોરનું નામ સફરૂદીન છે, નોર્થ દિલ્હીની નંન્દ નગરીમાં તે પોતે એની ગેંગ સાથે રહેતો હતો.
૩ ઓગસ્ટના રોજ ઈન્સ્પેકટર નિરજ ચૌધરી અને સબ ઈન્સ્પેકટર કુલદીપ ગગન સિનેમા આગળથી પસાર થતા તેનો ડ્રાઈવર સફુદીનને ઓળખી લેતા તેઓ પ્રગતી મેદાન સુધી લગભગ ૫૦ કિમીના અંતર સુધી સફુદીનનો પિછો કરે છે અને ત્યારબાદ તેને ઝડપી પાડે છે.
સફુદીને પોલીસને કહ્યું હતું કે, તેણે તેના સાથીદાર મોહમ્મદ શારીક અને ગેંગના અન્ય સભ્યો સાથે એક જ વર્ષમાં ૧૦૦ જેટલી લકઝુરીયસ કારોની ચોરી કરી હતી. તે લોકો હૈદરાબાદથી જીપીએસ, સોફટવેર, બ્રેક લોકીંગ સિસ્ટમ અને હાઈટેક કારોને સોફટવેરની મદદથી તોડવા માટેની સિસ્ટમ લઈને દિલ્હી આવ્યા હતા.
સફુદીન અને તેના ૪ સાથીદારોએ પાંચમી જુનના રોજ વિવેક વિહાર પાસે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.ગોળીબારમાં તેના એક સાથી નુર મોહમ્મદની મૃત્યુ થઈ હતી અને રવિ કુલદીપની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર ચોર ગેંગ ચોરેલી કિંમતી ગાડીઓને પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદેશ અને અન્ય રાજયોમાં કોન્ટ્રાકટ મારફતે વહેંચી કમાણી કરતા હતા. કાર ચોર ગેંગ ઝડપાતા દિલ્હીના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.