તેમનો પુત્ર રાષ્ટ્રીય મિલિટ્રી કોલેજમાં અભ્યાસ કરે છે તો પુત્રી આર્મી સ્કુલમાં જેમને દેશની સુરક્ષા વિશે શિક્ષણ આપવામાં આવે છે
ભારતીય સેનામાં સિક્ધદરાબાદ, ગુ‚દાસપુર, ચંદીગઢ, કોટા, ત્વાંગ તેમજ મેરૂત જેવા રાજયોમાં ૩૦ વર્ષ સુધી સેવા બજાવનારને પણ જયારે નાગરીકતાના આધાર આપવા પડે ત્યારે અપમાનજનક પરિસ્થિતિ સર્જાય છે. રિટાયર્ડ કમિશ્નર ઓફિસર અઝમલ હકીએ પોતાની કારકિર્દીના ૩૦ વર્ષ ભારતીય સેનાને ન્યોછાવર કર્યા છે. તેમને નિયુકતા કરતા પહેલા વિવિધ અધિકારીઓ દ્વારા લેવાતા પરિક્ષણમાંથી પસાર થવું પડે છે. તેમજ દેશનું ગૌરવ કહી શકાય તેવા આર્મી ઓફિસરને તેમના ભારતીય હોવાના પુરાવા વિશે જયારે પુછવામાં આવે ત્યારે ચોક્કસપણે લાગણી દુભાય છે.
આસામ સરકારે વર્ષ ૨૦૧૨થી બાંગ્લાદેશથી આવતા ગેરકાયદેસર લોકોની તપાસના હેતુથી ફોરેનર્સ ટ્રીબ્યુનલ બનાવ્યું છે. તેમને અઝમલની પત્નીની પાસેથી ભારતીય હોવાના પુરાવા માંગ્યા હતા. જેથી અઝમલને આસામ જવું પડ્યું અને સાબિત કરવું પડયું કે મામતાઝ ખાનમ તેમના પત્ની છે. તેમજ ભારતના નાગરિક છે. અઝમલના પુત્ર રાષ્ટ્રીય મિલિટ્રી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમને પણ ન્યાય, સુરક્ષા તેમજ દેશભક્તિ વિશે શિખવાડવામાં આવે છે.
તેમજ તેની પુત્રી પણ હાલ નારેન્ગી આર્મી સ્કુલમાં અભ્યાસ કરે છે. અઝમલે દેશની રક્ષામાં તેની આગવી ભુમિકા બજાવી છે. તેમજ તેમના ૩૦ વર્ષના કામને તેમણે ન્યાય આપવાને બદલે ફોરેનર્સ ટ્રીબ્યુનલે તેમની લાગણી દુભાવી છે માટે આર્મીના જવાનોએ અઝમલ તરફ રહી તેનો સહકાર આપવા નિર્રય લીધો છે. ડિફેન્સ ઓફિસર સુનીત ન્યુટને જણાવ્યું હતું કે, હજુ અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ અને ત્યારબાદ વધુની કાર્યવાહી આગળ વધારશું.