વર્ષ ૧૯૮૮માં ટ્રેનમાં ચામાં દવાની ભેળસેળ કરી એક વ્યકિતના ખીસ્સામાંથી ૩૭૦ રૂપિયાની ચોરી કરી હતી
ભારતીય ન્યાયતંત્રમાં લબાણપણાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે જાણીને આશ્ર્ચર્યમય થઈ જાય તેમ છે. ૨૯ વર્ષ બાદ ‚રૂ.૩૭૦ની ચોરીમાં બે શખ્સોને પાંચ વર્ષની જેલની સજા ફટકારાઈ છે. આ આરોપીઓએ વર્ષ ૧૯૮૮માં એક ટ્રેનમાં નશાની હાલતમાં એક વ્યકિત પાસેથી ૩૭૦ ‚પીયાની ચોરી કરી હતી જે કેસ કોર્ટમાં ૨૯ વર્ષ ચાલ્યો અને મંગળવારે બરેલી કોર્ટે સજા ફટકારી ‚રૂ.૧૦,૦૦૦નો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
આ ચોરીના ગુનામાં ત્રણ શખ્સો સંડોવાયેલા હતા જેમાંથી વર્ષ ૨૦૦૪માં એકનું મોત થઈ ગયું હતુ ૨૧ ઓકટોબર ૧૯૮૮ના રોજ ચંદ્રપાલ, કનૈયાલાલ અને સર્વેશ નામના આ ત્રણેય વ્યકિતઓએ ટ્રેનમાં વાઝીદ હુસૈનને ચામાં દવા ભેળવી ચાની ઓફર કરી હતી. અને ત્યારબાદ હુસૈનના ખીસ્સામાંથી ૩૭૦ રૂ. લઈ નાસી ગયા હતા. ચોરીનોભોગ બનેલો વાઝીદ હુસૈન નોકરી માટે શાહજહાપૂરથી પંજાબ ટ્રેનમાં જઈ રહ્યો હતો તે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી.
એડીશનલ જીલ્લા સરકારના વકીલ સુરેશ બાબુએ કહ્યું કે, આઈપીસી (ઈન્ડીયન પીનલ કોડ)ની ધારા ૩૭૯ (ચોરી), ૩૨૮ (દવા ભેળવી નુકશાન પહોચાડવા) અને ૪૧૧ (બેઈમાની કરી ચોરીની સંપતિ પ્રાપ્ત કરવા) હેઠળ ત્રણ શખ્સો વિ‚ધ્ધ અરજી નોંધાઈ હતી. વર્ષ ૨૦૦૪માં ચંદ્ર પાલનું મોત થયું ત્યારબાદ આ મામલો કનૈયાલાલ અને સર્વેશ વિરૂધ્ધ નોધાયો ચંદ્રપાલ ૧૬ વર્ષ સુધી ફરાર રહ્યો.
વાઝીદ હુસૈન કે જેની હાલની ઉંમર ૫૯ વર્ષ છે. ૨૦૧૨માં આરોપી વિ‚ધ્ધ ડીસપોઝ કરવા માટે કોર્ટમાં હાજર રહ્યો હતો. આ બંને આરોપી કનૈયાલાલ અને સવેશ મુળ ઉતર પ્રદેશના છે જેની ઉંમર ૬૦ વર્ષની આસપાસ હશે તેઓએ તેમના આ ગૂના બદલ પસ્તાવો પણ વ્યકત કર્યો હતો.ગુજરાત