સિગરેટ સ્વસ્થ્ય માટે હાનિકારક કહેવાય છે. પરંતુ નેપાળની એક ૧૧૨ વર્ષની બતુલી લેમિયેન નામની વૃદ્વા છેલ્લા ૯૫ વર્ષથી રોજ ૩૦ સિગરેટ પીવે છે. તેમણે સિગરેટ પીવાની શરુઆત ૧૭ વર્ષની હતી ત્યારે કરી હતી. બતુલીનો સૌથી મોટો પુત્ર ૮૫ વર્ષનો છે જો કે અન્ય ચાર પુત્રોનું અવસાન થઇ ચુક્યુ છે. બતુલીના અનુભવ પ્રમાણે સિગરેટનો ધુવાણામાં નિકોટીનની માત્રા ઓછી કરવાની તેની પોતાની ટેકનીક છે, તે સિગરેટને ૨ આંગળીઓની વચ્ચે રાખવાને બદલે પોતાની હથેળીમાં લપેટીને પીવે છે.
તે બજારમાં વેચાનારી સિગરેટ પીવાને બદલે તેંદુના પાંદથી બનાવેલી બીડી પીવાની લોકોને સલાહ આપે છે. આટલી ઉમ્ર થયા બાદ પણ બતુલી પોતાનુ લગભગ દરેક કામ જાતે કરે છે, ગત વર્ષે ભુકંપમાં તેનુ ઘર બરબાદ થઇ ગયુ હતું પરંતુ તેણે સગા-સંબંધીઓને ઘરે રહેવાના બદલે એક મંદિરમાં રહેવાનું પસંદ કર્યુ હતું. આ માજી લોકોને સિગરેટ સિક્રેટ તેમજ ટિપ્સ પણ આપે છે.