આજકાલ પુરૂષોમાં દાઢી-મૂંછ રાખવાનો ટ્રેન્ડખૂબ જ વધી રહયો છે. પણ બધા પુરૂષો અને છોકરાઓને શુ ગ્રોથ પ્રોપર થાય છે? જેમને દાઢી-મૂંછનો ગ્રોથ પ્રોપર થતો નથી અને તેના કારણે તેઓ પરેશાન રહે છે. એક્સપર્ટ મુજબ દાઢી ન વધવા પાછળ બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ અને સ્મોકિંગ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. કેટલાક ધરેલુ ઉપચારથી તમે પણ હવે ગ્રોથ પ્રોપર કરી શકો છો તો તમે પણ અપનાવો આ ઉપચાર…
આમળાનું તેલઃઆમલા શરીરની ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયી છે.આમળા ચહેરા પર રોજ 10-15 મિનિટ આમળાના તેલથી મસાજ કરો. બાદમાં મોઢું ધોઇ લો. આમ કરવાથી સ્કીન સોફ્ટ થશે અને દાઢીના વાળ ઝડપથી વધશે.
તજઃતજના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ કોટનને પાણીમાં પલાળી તેનાથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આવું કરો.
દૂધઃદૂધ વાળને ચમકદાર બનાવે છે.રોજ રાત્રે કાચુ દૂધ દાઢી પર લગાવીને સૂવો અને સવારે ધોઇ લો. તેનાથી દાઢીના વાળ ઝડપથી વધશે. રોજ 1 ગ્લાસ દૂધ પીવો, વધારે ફાયદો થશે.