આપણા દેશમાં એવુ માનવામાં આવે છે. કે કિન્નરોના દિલથી જોડાયેલી દુઆ અને બદુઆ ખૂબ અસરકારક હોય છે. આથી કિન્નરોની દુઆ મેળવવા માટે લોકો તેને દિલથી દાન આપે છે. પરંતુ તેમને દરેક વસ્તુનું દાન આપવુ ન જોઇએ. કેટલીક એવી ચીજો હોય છે. કિન્નરોને દાન આપવાથી તમે બરબાદ થઇ શકો છો તો ચાલો જાણીએ આવી ચીજો વિશે.
મોટાભાગે લોકો જુના કપડા કિન્નરોને દાન કરે છે. પરંતુ તેની તમારા ઘરની શાંતિ ભંગ થઇ શકે છે. આથી કોઇપણ કિન્નરને કપડાનું દાન આપવું જોઇએ નહિં. સ્ટીલના વાસણો ભૂલથી પણ કિન્નરોને દાનમાં આપવા જોઇએ નહિં. તેનાથી તમારા ઘરની સુખ-શાંતિ ખતમ થવાની સાથે શુભ કામમાં વિધ્ન પડી શકે છે.
કોઇપણ કિન્નરને ક્યારે પણ તેલનું દાન કરવુ જોઇએ નહિં તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. આથી કિન્નરોને તેલનું દાન ન આપવું. કિન્નરોને ઝાડૂં ક્યારેય આપવુ નહિ. કારણ કે ઝાડુ ઘરની લક્ષ્મી કહેવાય છે. તેનાથી તમારા ઘરમાં પૈસા આવશે તો પણ વધારે સમય સુધી ટકી શકશે નહિં.
જો તમે તમારા ઘરની તરક્કી યથાવત રાખવા માંગતા હોવ તો કિન્નરોને પ્લાસ્ટિકનો કોઇ સામાન આપવો નહિંડ આ ઉપરાંત પ્લાસ્ટિકનું દાન કરવાથી પરિવારમાં બીમારીઓ આવી શકે છે.