ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાની આજે સાંજે પૂર્ણાહુતિ: ફિલ્મ જગતની સુપ્રસિઘ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલની ભકિત સંધ્યા કાર્યક્રમ: કાલે દ્વારિકાધીશ પ્રભુની મંગલ પધરામણી, કળશ મહોત્સવ-છપ્પનભોગના દર્શન
દ્વારિકાનગરીના ત્રિવિધ ધર્મોત્સવનો કાલે જાહેર જનતા લાભ લઈ શકશે
બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ ઉપરના ઈશ્ર્વરીયા ગામ પાસેના ફાર્મમાં યોજાયેલ શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાની આજે પૂર્ણાહુતિ છે પણ આ પાવન ભૂમિ પર તા.૨૨ માર્ચ બુધવારે બપોરે ૪:૧૫ થી સાંજના ૮ સુધી ત્રિવિધ ધર્મોત્સવનું દર્શનીય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના વૈષ્ણવોને વધુ એક ભકિતરસથી ભરપુર લ્હાવો પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. બુધવારે સાંજે ૪ વાગ્યે વડોદરાથી શ્રી દ્વારિકાધીશ પ્રભુનું શૌર્ય સ્વ‚પ દર્શનાર્થે પધારશે. દ્વારિકાધીશ પ્રભુના આ ૫૦૦૦ વર્ષ પ્રાચિન લાવણ્યમય અને મોહક સ્વ‚પના દર્શન કરવાનો સૌને અનેરો લ્હાવો મળશે. ત્રિવિધ ધર્મોત્સવના અન્ય ઉપક્રમમાં કળશ મહોત્સવ, આ મહોત્સવ અંતર્ગત પ્રયાગતીર્થના પવિત્ર જલને સહસ્ત્ર-૧૦૦૮ કળશમાં ભરીને દ્વારિકાનગરીના આંગણે પધરાવવામાં આવશે અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા શાસ્ત્રોકત મંત્રોથી પૂજન સંપન્ન થશે. આ કળશના પૂજનનો લાભ મળશે. સાંજે ૫:૩૦ થી છપ્પન ભોગ દર્શન જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.
યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના આચાર્યસને તા.૧૫ થી ૨૧ માર્ચના સાત દિવસ દરમ્યાન શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની સાંજે પૂર્ણાહુતિ છે. કથાના સાત દિવસ દરમ્યાન હજારો ભાવિકો, વૈષ્ણવોએ કથા શ્રવણ, ભોજન પ્રસાદ અને રાત્રે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો માણીને ધન્યતા અનુભવી છે. શ્રી કૃષ્ણ ચરિત્ર કથાના છઠ્ઠા દિવસે કથા પ્રારંભ પૂર્વે ઉકાણી પરીવારના ડો.ડાહ્યાભાઈ, શ્રીમતી લાભુબેન તેમના પુત્રરત્નો મૌલેશભાઈ અને ડો.નટુભાઈ ઉકાણીના સમગ્ર પરીવાર તથા બહારગામથી પધારેલા તેમના મહેમાનોએ ભાગવત વંદના, આરતી અને આચાર્યપીઠે માલ્યાર્પણ કરીને આશીર્વાદ લીધા હતા.
કથાના અંતિમ ચરણોમાં આચાર્યપીઠેથી પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયએ કથા ઉપક્રમમાં ગિરીરાજબાવાની માનસિક પરિક્રમાના માધ્યમથી સંસ્મરણો યાદ કરીને કહ્યું કે, આપણા હૃદયમાં કયાંકને કયાંક ઘણા સંસ્મરણો ધર બાયેલા પડયા છે જે કથાના માધ્યમથી તાજા થાય છે. કથા ધ્યાનનું માધ્યમ છે. આપણા માનસપટ ઉપર ફોરોજનિક મેમરી, કાલ્પનિક ચિત્રો છે, આવા પ્રતિકોના માધ્યમથી સંકેતો મળતા હોય છે. સ્વપ્નના માધ્યમથી પણ સંકેતો મળે છે. બોલતા પહેલા વિચાર કરો, તમારા શબ્દો સાંભળવાવાળાનું સ્મરણ બને છે. નેગેટીવ શબ્દોનો કયારેય ઉપયોગ કરવો નહીં. જે ઘરમાં સત્સંગ, કિર્તન થાય છે તે ઘરમાં વાઈબ્રેશન પોઝીટીવ હોય છે. વ્યકિતના મનમાં શુભ સંસ્મરણો, વિચારો હોવા જોઈએ, ચિતને સુખી નહિ, પ્રસન્ન બનાવવાનું છે.જેના મનમાં ઈર્ષા, દ્વેષ કે નકારાત્મકતા ન હોય તેનું મન પ્રસન્ન રહે છે. કથા સારા સંસ્મરણો જાગૃત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, કથાથી જ‚ર પરિવર્તન આવે છે.ગઈકાલે કથા વિરામમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ‚ક્ષ્મણીજીના વિવાહનો માંગલિક પ્રસંગ કથા મંડપમાં આબેહુબ શણગારેલા લગ્ન મંડપમાં ધામધુમપૂર્વક ઉજવાયો હતો અને સમાપમ આરતીમાં ડો.ડાહ્યાભાઈ ઉકાણીના પરીવાર સાથે ઉપસ્થિત મહેમાનો કશ્યપભાઈ શુકલ, એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, નિતીનભાઈ ભારદ્વાજ, ઉમેશભાઈ રાજગુ‚, અશોકભાઈ ડાંગર, ભાવનાબેન જગદીશભાઈ કોટડીયા, શિવસેનાના જીમ્મી અડવાણી સહિતના બહારગામથી પધારેલા મહેમાનોએ ભાગ લીધો હતો.
મૌલેશભાઈ ઉકાણી રાજકોટના ભામાશા હવેલીના નિર્માણમાં રૂ.૨.૫૨ કરોડનું અનુદાન
ભગવાન દ્વારિકાધીશના પરમ ઉપાસક, પુષ્ટિ સેવા ભાવનાને સમર્પિત અને સમાજ અને ધર્મકાર્યના અગ્રેસર બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણીના ઈશ્ર્વરીય ઉચ્ચ મૂલ્યોને કારણે તેમના સમગ્ર પરિવારનો સર્વ ક્ષેત્રિય વિકાસ થયો છે. ગઈકાલે આચાર્યપીઠે વ્રજરાજકુમારજી મહોદયના કથન અનુસાર ઉકાણી પરીવાર ઓલ રાઉન્ડર છે. માનવ સેવા શરીરનું કર્તવ્ય છે અને ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય છે. આ બંને સેવાઓનો મૌલેશભાઈ ઉકાણીમાં સમન્વય થયો છે. સમાજ કલ્યાણ માટે અને જ‚રિયાતમંદ વ્યકિતઓને તેમણે ખૂબ આપ્યુંછે અને આપે છે, સત્કર્મો ઉકાણી પરીવારની ઓળખ બની ગઈ છે, રાજકોટમાં નાનામવા રોડ પર ભવ્ય અને ઐતિહાસિક હવેલી બની રહી છે, ભગવાનની સેવામાં અને હવેલી નિર્માણમાં તેમનું પ્રમુખ દાન છે. નવરાત્રીના તહેવારો દરમ્યાન શહેરભરના ગરબી મંડળોમાં તેમની લ્હાણીઓ હોય જ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના ચોરડી ગામ નજીક સમગ્ર વિશ્ર્વના ભાવિક અને જિજ્ઞાષુ લોકોનું ધ્યાન ખેચે એવું ‘શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે. આ સંકુલમાં નિર્માણાધીન હવેલીમાં મૌલેશભાઈ ઉકાણીએ ‚ા.૨ કરોડ, ૫૨ લાખનું માતબાર દાન જાહેર કર્યું છે. નિ:સ્વાર્થ ભાવે, માત્ર સેવા ભાવનાથી સખાવત કરનાર દાનવીર મૌલેશભાઈ ઉકાણીએ ભામાશાના દાનની ભાવનાને સાકાર કરી છે એટલે જ ગઈકાલે તેમને વ્યાસપીઠ પંડાલ ઉપરથી રાજકોટના ભામાશા તરીકે નવાજવામાં આવ્યા છે.