ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ધારાસભ્યોને બેઠક નહીં બદલવા દે!!

રાજયમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે આવી પડે તેવો અંદાજ રાખીને ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી માટેની તૈયારીઓ શ‚ કરી દીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના ધારાસભ્યોના પાંચ વર્ષના પરફોર્મન્સ અને ખાસ કરીને વિધાનસભામાં સત્તાધારી ભાજપની નીતિઓ સહિતના મુદ્દે ઉઠાવેલા પ્રશ્ર્નો, હાજરી અને સરકારની નીતિ સામેની લડત સહિતના પરફોર્મન્સનો અહેવાલ પ્રદેશ સમીતી અને વિરોધ પક્ષ નેતાના કાર્યાલય પાસે માંગ્યો છે. એટલું જ નહીં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ ધારાસભ્ય કે નેતાને તેમનો મત વિસ્તાર બદલવા ન દેવાનો સૈધ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે. પરિણામે ઈન્દ્રનીલ રાજયગુ‚ રાજકોટ વિધાનસભા-૬૯ બેઠક પર મુખ્યમંત્રી ‚પાણી સામે લડી ન શકશે કે નહીં તે મામલે પ્રશ્ર્ન ઉઠયો છે.

રાજકોટ વિધાનસભા-૬૯ ઈન્દ્રનીલ રાજયગુ‚ અને મુખ્યમંત્રી ‚પાણી માટે મહત્વનો મત વિસ્તાર ગણી શકાય. આ મત વિસ્તાર ઉપર વિજય મેળવવો બન્ને માટે અતિ અગત્યનો છે. ત્યારે કોંગ્રેસના હાઈ કમાન્ડે ધારાસભ્યો કે, નેતાઓને મત વિસ્તાર બદલવા ન દેવાના સૈધ્ધાંતિક નિર્ણયને પગલે ઈન્દ્રનીલ રાજયગુ‚ મુખ્યમંત્રી ‚પાણી સામે આ બેઠક પર ચૂંટણી લડી ન શકે તેવી સ્િિત સર્જાઈ છે. અલબત આ મામલે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો ની. કોંગ્રેસ હાઈ કમાન્ડ સમક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કેટલાક ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્ર્નો બાબતે બેદરકાર રહ્યાં છે કે, એકટીવ તેની સમીક્ષાને આધારે ધારાસભ્યોને રીપીટ કરવા કે નહીં તેનો નિર્ણય લેવાશે. કોઈપણ સીટીંગ ધારાસભ્યને તેમનો મત વિસ્તાર બદલવા ન દેવાનો નિર્ણય લેવાયો છે.

દરમિયાન હાઈકમાન્ડે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીમાં કાચુ ન કપાય તેની પુરી તકેદારી રાખવાનું વલણ અપનાવ્યું છે. જેના ભાગરૂપે વર્તમાન ધારાસભ્યોએ છેલ્લા પાંચ વર્ષમાં જનપ્રતિનિધિ તરીકે કેવી કામગીરી બજાવી છે તેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આ પરફોર્મન્સને આધારે ધારાસભ્યોને પુન: ટિકિટ આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે. સૂત્રોએ જણાવ્યું કે, આ સમીક્ષામાં રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ, ભ્રષ્ટાચાર અને પ્રજાને પજવતા પ્રશ્નો મુદ્દે કેવી લડત આપી છે તેનું આકલન આદર્યું છે. સામાન્ય રીતે કોંગ્રેસમાં ધારાસભ્યો કે ચૂંટાયેલાં પ્રતિનિધિઓની કામગીરીની સમીક્ષા કરવાની પદ્ધતિ ની. તેી એકની એક બેઠક પર એક વ્યક્તિ વર્ષો સુધી ચીટકી રહે છે. પ્રજા કે કાર્યકરોમાં તેમની સ્વીકૃતિ છે કે નહીં એવી બાબતોને ધ્યાનમાં લેવાની પરંપરા કોંગ્રેસમાં જોવા મળતી ની.

જાણકારો કહે છે કે, પંજાબમાં કોંગ્રેસને સાંપડેલી સફળતામાં ઉમેદવારોની પસંદગી પહેલાં પ્રજામાં છાપ, કામગીરી વગેરેની ખાસ કાળજી લેવામાં આવી હતી અને તેના પરિણામસ્વરૂપ પંજાબમાં કોંગ્રેસને સફળતા મળી છે. ગુજરાતમાં અનેક કિસ્સામાં અને કાર્યકરોમાં પણ ટોચના નેતાઓી માંડીને તાલુકા-જિલ્લા સ્તરે ચૂંટાતા સભ્યો અંગત લાભ કે ર્સ્વા માટે સત્તાધારી પક્ષ સો સમાધાનકારી વલણ અપનાવતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડનો આ નિર્ણય સમયસરનો હોવાનું સૂત્રો કહે છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરાજ્ય પછી ૨૦૧૭ના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ જોખમ લેવા માગતું ની. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર રચાયા પછી ગુજરાતના વિકાસ મોડલની બોલબાલા સામે ધારાસભ્યોએ વિધાનસભા અને પોતાના વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, ઉદ્યોગોને આપવામાં આવતા લાભ, વીજળી, પાણી અને આરોગ્ય સહિતની પાયાની સુવિધા અને રાજ્ય સરકારનું દેવું જેવા મુદ્દાઓ પર સરકારની પોલ ખોલવા માટે કેવા કાર્યક્રમો કર્યા, કેવી આક્રમકતા દશર્ાવી છે તેનું મૂલ્યાંકન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.