ફેસબુકએ સોશિયલ મિડિયાનું એવું માધ્યમ છે. જે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. જેણે એક પ્રાયોગીક ધોરણે …માં એવી સોફ્ટવેર પેટર્નનો ઉપયોગ કર્યો હતો જેનાથી સ્યુસાઇડ કરવા ઇચ્છતા લોકોને શોધી શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં ફેસબુકને સફળતા પ્રાપ્ત થતા તેને હવે એ સોફ્ટવેરને તમામ ફેસબુક ઉપભોક્તા માટે તૈયાર કરવાની તૈયારી દાખવી છે.
આ બાબતે હજુ ફેસબુક દ્વારા કોઇ ટેકનીકલી માહિતી આપવામાં નથી આવી પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ સોફ્ટ વેર અમુક ચોક્કસ પ્રકારનાં શબ્દ સમૂહનો ઉપયોગ કરે છે જેમાં ……….નો સમાવેશ થાય છેે.
અને જો એવી કોઇ માહિતી કે ફોટા ફેસબુક પેસ્ટમાં આવે જે સ્યુસાઇડ અંગ્રેજી કરે છે ત્યારે આ સોફ્ટવેર એલર્ટ કરે છે અને ફેસબુક વર્કર્સ આ રીપોર્ટને તે યુઝરનાં મિત્રો અને એવા વ્યક્તિની મદદ લ્યે છે. જે ટેલીફોન હેલ્પ લાઇનમાં હોય અથવા તો ત્યાંની લોકલ ઓથોરીટીને મદદ માટે જાણ કરે છે.
જ્યારે આ સોફ્ટવેરની સફળતા બાબતે ફેસબુકનાં વાઇસ પ્રેસીડેન્ટનું કહેવું છે કે જ્યારે આ સોફ્ટવેર સ્યુસાઇડને લગતી કોઇ માહિતીનું એલર્ટ મેળવે છે. ત્યારે તે પેસ્ટ મુકવા વાળી વ્યક્તિ વિશે સો વાર ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે ઝડપ ખૂબ મહત્વની છે એ સમજીને અમે આ બાબતે લોકોને મદદ કરી રહ્યા છીએ.
જ્યારે ગયા વર્ષે બ્રોડકાસ્ટની સીસ્ટમ આપી હતી ત્યારે પણ સ્યુસાઇડ અને ખુન જેવા અનેક પ્રકારનાં વિડીયોને કંટ્રોલ કરવા કંપની દ્વારા ૩૦૦૦ કરતાં પણ વધુને સ્ટાફ કાર્યરત કરાયો હતો.
જ્યારે પણ ફેસબુક દ્વારા સેક્સને લગતી ખરાબ ભાષામાં વાત થાય છે ત્યારે ટેકનીકલી જ તેનાં રોકથામ આવી જાય છે ત્યારે નોન-સેક્સ ક્રાઇમ બાબતે વાતચીત થતી હોય અને તે પકડી પાડવી એ થોડી અઘરી બાબત છે એ પેટર્નને સોફ્ટવેર દ્વાર ડિરેક્ટ કરવી ખૂબ મુશ્કેલીનું કામ છે. તેવુ પણ ફેસબુકને વાઇસ પ્રેસીડેન્ટનું કહેવું છે આ બાબતે વિશેષ જાણકારી રજુ બહાર નથી પડી છતા પણ જો આ સુવિધા ફેસબુક દ્વારા આપવામાં આવશે તો કદાચ દુનિયાના ૨.૧ મીલીયન ફેસબુક યુઝર્સ છે અને તેમાંથી અનેકો લોકોને નજીવી બાબતે આપઘાત કરતાં રોકી શકાશે.