ઢોલરા ખાતે ‘દિકરાના ઘર’ વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.નો યુવાનોને સંદેશ
ભારતના અનેક ક્ષેત્રોમાં શાસન પ્રભાવના કરીને હજારો હૃદયમાં ધર્મપ્રેમ જાગૃત કરનારા રાષ્ટ્રસંઘ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટની ધરા પર ૧૭ વર્ષ બાદ પાવનકારી પધરામણી છે. જેને રાજકોટના ઢોલરા ગામે ‘દિકરાના ઘર’ વૃદ્ધાશ્રમમાં મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, અમે હંમેશા ઈચ્છીએ છીએ કે કોઈપણ શ્રેષ્ઠ સંસ્થા હોય અને તેમનું દર્શન કરવું એ દરેક સંતોનું કર્તવ્ય છે. શ્રેષ્ઠતા ખાલી સંતો પાસે હોય એવું હોતુ નથી પરંતુ ઘણી બધી સંસ્થાઓ પાસે હોય છે. આજે દિકરાના ઘર વૃદ્ધાશ્રમમાં આવીને એવું લાગે છે કે અહીંયા પણ એક શ્રેષ્ઠતાનું સર્જન થયું છે.
વાસ્તવિકતામાં સમાજના બે દ્રષ્ટિકોણ છે એક દ્રષ્ટિકોણ એવો છે કે વૃદ્ધાશ્રમ ન હોવું જોઈએ અને ઘણા દ્રષ્ટિકોણથી એવું પણ હોય છે કે ભગવાન મહાવીરનો અનેકાંતવાદ એ આમ પણ હોય શકે કયારેક જો ઘરમાં અસમાધિ રહેતી હોય અને જો અહીંયા આવીને સમાધિ રહતી હોય તો સમાધીનું મહત્વ ભગવાને કીધું છે કે શું સમાધિનું મહત્વ છે. અહીંયા જે ભાવિકોની સમાધી જોઈ રહ્યો છું અને એમને જે પ્રકારની અનુકૂળતા આપવામાં આવે છે તો કદાચ પોતાના ઘરમાં પણ ન મળે તેવું મળી રહે છે. સંસ્થાના જેટલા કારોબારી સભ્ય, ટ્રસ્ટીઓ છે તેમણે આ સંસ્થાને પોતાની સંસ્થા નથી માની પોતાનું ઘર માન્યું છે એ બહુ જ મહત્વની વાત છે.
આજના યુવાનને સંદેશો આપવા માંગીએ છીએ કે વૃદ્ધાશ્રમ જે છે તે બની શકે તો તમારે શ્રવણ બનવું જોઈએ અને કયારેય પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવાનો વિચાર ન કરવો જોઈએ. રાજકોટ વર્ષો સુધી રહ્યો છું અને રાજકોટ સાથે મારો એક દિલનો નાતો છે અને ઘણા બધા ભાવિકો પણ વર્ષો સુધી લાભ લીધો છે રાજકોટની ક્ષમતા ઘણી બધી છે અને એક ક્ષમતા વધુ વિકસે અને પ્રભુના માર્ગે આગળ વધે તેવા અમારા આશીર્વાદ છે. જેના દ્વારા વૃદ્ધાશ્રમના લોકોમાં આનંદ-ઉત્સાહની લહેર પ્રસરાઈ ગઈ હતી. આ અવસરે નમ્રમુનિ સ્વામીએ આર્શીવચન આપતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભુતકાળ મનોબળ સર્જાવવા માટે હોય છે તો કેટલાક લોકો ઈતિહાસ સર્જવા સર્જાયા હોય છે. રાજકોટના આંગણે આ દિકરાના ઘર આશ્રમમાં એક હેતુ સાથે અમારો પ્રવેશ થયો છે.
અમારું કામ તમારી અંદરની રહેલી શકિતને બહાર લાવવાનું છે. મારાથી થઈ શકશે, હું કરી શકીશ બધુ જ કામ આવો અભિપ્રાય રાખવો જોઈએ. વધુ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે સંજોગો સ્વભાવ બદલે છે, સ્વભાવ સંજોગો નહીં એટલે સંજોગોને અનુરૂપ રહેવું જોઈએ. વધારે માતા-પિતાને શ્રવણ બનીને રાખવા જોઈએ. જેથી વૃદ્ધાશ્રમોની જરૂર ન પડે અને યુવાનો સાચા માર્ગે દોરાય એ માટે ધન્યવાણી પાઠવી હતી. જેમાં રાજકોટના મહાનુભાવો, અગ્રણીઓ, અર્હમ ગ્રુપ તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.