કેરળ હાઈકોર્ટે ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત કરતા આરોપીને મુક્ત કર્યો
આમ તો ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરનારાઓને પોલીસ દંડ ફટકારતી હોય છે ત્યારે કેરળ હાઈકોર્ટનું કહેવું છે કે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવા અંગે કોઈ કાયદો જ નથી. કેરલ હાઈકોર્ટે અનોખો ચુકાદો આપતા ફોન પર વાત સાથે ડ્રાઈવિંગ કરનારા આરોપીને મુક્ત કરી દેવાયો છે.
સિંગલ બેંચે નોંધ્યું હતું કે, ગાડી ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી મોટર વ્હીકલ કાયદાના સેકશન ૧૧૮માં ગુનો છે, ડિવિઝન બેન્ચના જસ્ટિસ એ.એમ.શફીક અને જસ્ટિસ પી.સોમરાજને આ ચુકાદો આપ્યો છે. કેરળના સંતોષ એમ જે. તરફી બેન્ચની સામે આ મામલે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ કેસ ડિવિઝનલ બેંચ સામે આવ્યો કારણ કે, સિંગલ બેન્ચે ૨૦૧૨ના અબ્દુલ લતીફ વિરુદ્ધ કેરળ રાજયના કેસમાં જસ્ટિસ એસ.એસ.સતીશચંદ્રનના આદેશ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ૨૦૧૨ના ચુકાદામાં જસ્ટિસે કહ્યું કે કલમ ૧૧૮માં ક્યાંય પણ એ વાત ની કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ગુનો છે.
તેમણે કહ્યું કે, આ એકટના સેકશન ૧૮૪માં કહેવાયું છે કે, ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ખતરનાક છે. સેકશન ૧૧૮-ઈમાં આવનારા ગુના દંડનીય છે જે હેઠળ દોષીને ૩ વર્ષની જેલ કે રૂ.૧૦ હજારના દંડ કે બંનેની જોગવાઈ છે. જયારે સેકશન ૧૮૪માં ૬ મહિનાની જેલ કે ૧ હજારનો દંડ કે બંને ઈ શકે છે.
સુપ્રિમ કોર્ટના એમનારાયણનામિબિયાર વિરુધ્ધ કેરળ રાજયનો રેફરન્સ લેતા કહ્યું કે જો કોઈ ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરે છે તો તેના પર ૧૧૮ સેકશનની કલમ ન લાગે.
હાઈકોર્ટમાં આરોપીને હાજર કરતા જયારે પોલીસે કહ્યું કે આરોપી ફોન પર વાત કરતી વખતે ડ્રાઈવીંગ કરી રહ્યો હતો માટે તેને સજા આપો ત્યારે કોર્ટે જવાબ આપ્યો હતો કે, કેવી રીતે સાબિત કરશો કે ફોન પર વાત કરવાી પોતાનો કે બીજાનો જીવ જોખમમાં છે ? એવો કોઈ પણ કાયદો ની.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com