સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ઉજવાયો પંચદિન સંસ્કાર જતન સમારોહ

આજના હરિફાઈના યુગમાં અને ભૌતિકવાદની દોટમાં ઘસાઈ રહેલા માનવ મુલ્યોને જાળવવા તેમજ વ્યસન અને ફેશનના આંધળા અનુકરણના વાયરામાંથી બચવા આજની યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન અને જતન કરવાના શુભાશયથી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની નિર્માણા ધિન થઈ રહેલ શાખા નિકોલ અમદાવાદ ખાતે સુંદર નવ્ય-ભવ્ય-દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ.

સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં તેમજ હૈદરાબાદ ગુરુકુલના સંચાલક પ.પૂ.પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી સંસ્કાર જતન સમારોહનું ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ મહોત્સવમાં ગુરુકુલના નાના-નાના ભુલકાઓ દ્વારા પ્રેરણાદાયી, ઉપદેશાત્મક સંસ્કારવર્ધક નૃત્ય તથા રૂપક દ્વારા પ્રેરક સંદેશા રજૂ કરવામાં આવેલ.

આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પધારી સંસ્કાર કેન્દ્ર ગુરુકુલની મહત્તા અને વિશેષતા વિષે મનનીય પ્રવચન કરેલ. પૂર્વ મંત્રી વલ્લભભાઈ, ધારાસભ્ય હિંમતભાઈ પટેલ, ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ, અમેરિકાથી જયભાઈ ધડૂક, રવજીભાઈ વસાણી, ડો.સુધીરભાઈ શાહ, તુલસીભાઈ ગોટી, ગુરુકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી આઈ.એ.એસ. ધીરજભાઈ કાકડિયા વગેરે રાજકીય તથા સામાજિક શ્રેષ્ઠીઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરેલ.

આ પ્રસંગે ગુરુ સ્થાનેથી પૂજય દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઉપદેશાત્મક અને અતિ વ્યવહારૂ ઉપદેશાત્મક પ્રવચન આપેલ. તેઓએ જણાવેલ કે હંમેશા સારાના સંગમાં રહેવું. સત્સંગનો યોગ રહે એ મોટી વાત છે. જીવન જીવવાની કલા વિશે તેઓએ જણાવ્યું હતું. જીવનમાં રડવું નહીં, લડવુ નહીં અને કોઈને નડવું નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.