નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં તથ્ય બહાર આવ્યું
ન હોય… અપરિણીત મહિલાઓમાં કોંડોમનો ઉપયોગ ૬ ગણો વધ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ તથ્ય ઉજાગર થયું છે. સર્વે મુજબ ૧૫ થી ૪૯ વર્ષની અપરિણીત મહિલાઓમાં કોંડોમનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને ૨૦થી ૨૪ વર્ષની વયની મહિલાઓમાં તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેમ સર્વેમાં જણાવાયું છે.
છેલ્લા ૧૦ વર્ષમાં અપરિણી ભારતીય મહિલાઓ (૧૫ થી ૪૯ વર્ષની વયની) સેકસુઅલી એકિટવ થઈ છે. આ રેશિયો ૨ ટકાથી વધી ૧૨ ટકા થઈ ગયો છે. મતલબ કે ૬ ગણો થઈ ગયો છે. સર્વેમાં આગળ જણાવાયા મુજબ ૧૫ થી ૧૯ વર્ષની ૧૫.૧% અપરિણીત મહિલાઓ કોંડોમનો ઉપયોગ કરે છે.
૨૦-૨૪ વર્ષની ૧૯.૭ ટકા મહિલાઓ અને ૨૫ થી ૪૯ વર્ષની ૬.૫ ટકા મહિલાઓ કોન્ડોમનો આગ્રહ રાખે છે. આ તમામ વય જૂથની ૨૪.૨ ટકા મહિલાઓ અન્ય ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ કરે છે.જોકે અપરિણીત મહિલાઓ માટે ફેમિલી પ્લાનિંગનો મુદો નથી બલ્કે તેમને સલામત ગર્ભનિરોધક જોઈતું હોય છે.કુટુંબ નિયોજન માટે સરકારી દવાખાનાઓમાં નસબંધી થાય છે.
સ્ત્રીઓ કુટુંબ નિયોજન માટે કોંડોમ, ગોળી, કોપર-ટી ઈંજેકટેબલ વિગેરે વાપરે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કુલ ૬,૦૧,૫૦૯ લોકો પર કરાયો હતો. જેનો રીસ્પોંસ રેટ ૯૮% છે. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ૧૦માંથી ૮ પુરૂષો એમ માને છે કે ગર્ભનિરોધક કે કુટુંબ નિયોજન એ સ્ત્રીનો પ્રશ્ર્ન છે !!!