ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવાથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ભંગ થશે
ભારતમાં ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો એશિયન દેશો તરફથી વિરોધનો સામનો કરવો પડશે તેવી બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી નાખવાથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફડીએ)નો ભંગ થશે તેવી દલીલ પણ કરવામાં આવી છે. સીંગાપોર, થાયલેન્ડ, વિયેટનામ, ઇન્ડોનેશીયા અને મલેશિયા સહિતના દેશો ભારત સરકારના નિર્ણય સામે વિરોધ કરી શકે છે. હાલ બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમમાં ક્વોલકમ, ઇરીક્શન, ફેસબુક, ગુગલ, માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ સહિતની કંપનીઓ સામેલ છે. આ તમામ કંપનીઓ ભારતમાં ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવામાં ન આવે તેવુ ઇચ્છે છે. એફડીએમાં જોડાયેલા દેશોની મંજૂરી વગર ભારત સરકાર કસ્ટમ ડ્યુટી લાદી શકે નહીં. આ તમામ દેશો સાથે વ્યાપાર સમયે ભારત દ્વારા પણ ૨૦૧૧માં કરારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.